- જુદી જુદી ૨૨ જેટલી સેવાઓ ઘર આંગણે લાભ મળે તે હેતુથી યોજના કાર્યરત.
- સેવાઓ બંધ હોવાના કારણે ગ્રામજનોને તાલુકાના ધરમધકકા.
- શુભ હેતુથી શરૂ કરવામાંં આવેલી યોજના કયા કારણોસર બંધ થતા તપાસની માંગણી.
- ૩ એજન્સીઓના સંચાલકો દ્વારા અપૂરતો સ્ટાફ અને સાધનોમાં અભાવ.
- સરકાર દ્વારા નિયમિતપણે બારોબાર નાણાં ચુકવાય છે. પરંતુ સેવાના નામે મીંડું.
- આવી કરાર ભંગ કરનાર એજન્સીઓ સામે તપાસ કરવામાં આવે તેવી જીલ્લા પંચાયતના સભ્યની માંગ.
ગોધરા,
પંચમહાલ જિલ્લામાં આવેલી ગ્રામ પંચાયતમાં સરકાર દ્વારા ઈ-ગ્રામ પ્રોજેકટ હેઠળ જુદી જુદી ૨૨ જેટલી સેવાઓ ઘર-આંગણે લાભ મળે તે હેતુથી કાર્યરત કરાયેલી કામગીરી છેલ્લા કેટલાક સમયથી બંધ હોવાના કારણે લાભાર્થીઓને છેક તાલુકા સુધી ધરમધકકા ખાવા પડતા નારાજગી જન્મી છે. બીજી તરફ સરકાર દ્વારા નિમણૂંક કરવામાં આવેલ ૩ એજન્સીઓને નિયમીતપણે કોન્ટ્રાકટ મુજબ રકમ ચુકવવામાં આવતાં એજન્સીઓ સામે જરૂરી તપાસ કરાવી નિયમોનુસારની કાર્યવાહી થવા તથા કરાર ભંગ કરનાર એજન્સીઓના કરાર ૨દ કરવા અંગેની માંગ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
રાજય સરકાર દ્વારા છેવાડાના માનવીને તાલુકા તથા જીલ્લાકક્ષા એ સરકારની તમામ યોજનાઓના લાભ માટે નિર્થક દોડધામ ન કરવી પડે અને ગ્રામ પંચાયત કચેરીએથી ધર અંગાણે લાભ મળી રહે તે માટે ડીજીટલ સેવા સેતુનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ગ્રામ્યકક્ષાએ સ્થાનિક ગણાતી એવી ૨૨ જેટલી જનસેવાઓની યોજનાઓનો ઈ-ગ્રામ હેઠળ લાભ મળી રહેવાના કારણે જિલ્લાના લોકોમાં આનંદની લાગણી વ્યપેલી છે. પરંતુ પંચમહાલ જિલ્લામાં ઈ- ગ્રામની કામગીરી સરકારી ચોપડા ઉપર અને વાસ્તવિકતાથી અલગ જણાય છે. સરકાર દ્વારા ગામડાના છેવાડાના લોકો સુધી ઘર આંગણે ગ્રામપંચાયતમાં વિવિધ સેવાઓ જેવી કે, જન્મ – મરણના દાખલા, જાતિ તથા આવક પ્રમાણપત્ર, વેરા વસુલાત, જમીન પત્રકો (૭/૧૨,૮-અ,) સરકારી વિભાગના ડેટા, લાઇટ બિલ, ઈ રેશનકાર્ડ કુપન, આઇ- કિસાન ફાર્મર રજીસ્ટ્રેશન તથા અન્ય સેવાઓ માટે ઇ-ગ્રામ હેઠળ પંચાયતોમાં કોમ્યુટર, સ્કેનર, પ્રિન્ટર, વેબ કેમ, યુ.પી.એસ. સહિત તમામ સાધનો આપેલ છે. સાથે સાથે નેટ કનેકશનમાં વી-સેટ નેટવર્ક સાથે હાઇ સ્પીડ કનેકશનો પણ આપવામાં આવેલા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ૮૦ % ગ્રામપંચાયતોમાં કામગીરી થતી નથી અને લાંબા સમયથી કોણ જાણે કેમ કામગીરી ઠપ બનીને તમામ સેવાઓથી પંચમહાલ જિલ્લાના ગ્રામજનો વંચિત જોવા મળે છે. આજ પરિસ્થિતિ સમગ્ર રાજયમાં જોવા મળે છે. સ્થાનિક કક્ષા એ સુવિધા ન મળતા તાત્કાલીક જ્યારે આ સેવાઓ માટે તાલુકા મથક વારંવાર આવવું પડતા તેમના સમય અને નાણાંનો વ્યય થતા તેઓમા નારાજગી છવાયેલી જોવા મળે છે.
સરકાર દ્વારા નામંાકીત ત્રણ એજન્સી નિમણૂંક કરવમાં આવીને વર્ષે કરોડો રૂપીયા ચુકવવામા આવે છે. એજન્સીઓ દ્વારા ગ્રામપંચાયતમાં નિયમિત ઈ-ગ્રામની કામગીરી ચાલે તેવી કાર્યવાહી કરવાની હોય છે. પરંતુ કરવામાં આવતી નથી. જેથી આવી એજન્સીઓ સામે કરા૨ મુજબ કાર્યવાહી કરવાના સરકારની કક્ષાએથી હુકમો થવા જરૂરી છે.
આમ જિલ્લા પંચાયતની કક્ષાએથી કરેલ રીર્પોટના આધારે સરકારમાં કરી સરકારના કરોડો રૂપિયા આવી મૃત પાય એજન્સીઓને ન કરેલ કામગીરી પેટે સરકારે મોટી રકમના બીલો ચુકવવા પડે છે.
આ યોજના જિલ્લામાં નિષ્ફીય છે. બંઘ ગ્રામપંચાયતોની કોઇ માહિતીનો પત્રક પણ આપવામાં આવેલ નથી. અને કરેલ કામગીરીનો કોઈ અહેવાલ પણ નથી.
સરકારી કાર્યક્રમોમાં પણ આ બાબતે રજુઆતો મળેલ છે. આ સેવાઓ ન મળવાને કારણે લોકોમાં રોષની લાગણી છે. અને રાજય સરકારની ખોટી છાપ ઉભી થયેલ છે. કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયેલ છે. પરંતુ નકકર અમલીકરણ થયેલ નથી. કામગીરીની દેખરેખ તથા નિભાવ અંગેની તમામ જવાબદારી સરકાર દ્વારા નકકી કરેલ એજન્સીની છે. તેવા જવાબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અગાઉ આપવામાં આવેલ છે. આથી, આવી એજન્સીઓને રદ કરવી કાંતો કામગીરી શરૂ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.
ઉપરાકત બન્ને બાબતોએ કલેકટર કક્ષાએથી વિગતવાર અહેવાલ મંગાવી અને જવાબદારો સામે નિયમોનુસારની કાર્યવાહીના હુકમો કરવા માંગ કરાતા ખળભળાટ મચી ગયો છે.
મોટાભાગની પંચાયતમાં સાધનો બિન ઉપયોગ પડી રહેલ છે……
જીલ્લા પંચાયતના સભ્ય ગોપાલભાઈ પટેલે આ બાબતે વધુમાં જણાવ્યું કે, જિલ્લા પંચાયત દ્વારા જણાવેલ છે કે, સરકારે એજન્સી નકકી કરેલ છે. પરંતુ એજન્સી દ્વારા આ કામગીરી કરવા માટે કોઇ જવાબદાર વ્યકતિઓ કે ઓપરેટરો મુકેલ નથી અને જિલ્લાની મોટાભાગની પંચાયતમાં સાધનો બિન ઉપયોગ પડી રહેલ છે.
હાલમાં પણ વિવિધ પંચાયતો ખાતે કલકેટર સેવા માટે નવીન કેબલ લાઇનો નાંખવાની કાર્યવાહી પ્રગતિમાં છે. જે કામોની ગુણવતા જળવાય તે અનિવાર્ય છે.
બારોબાર સરકારના કરોડો રૂપિયાનું ચુકવણું …..
પંચમહાલ જિલ્લામાં ઇ-ગ્રામની કામગીરી માં રાજય સરકારશ્રી મારફતે એજન્સીઓ મુકવામાં આવેલ છે . જેમાં (૧) જે.કે.વી સોલ્યુશન પ્રા.લિ. વસ્ત્રાપુર , અમદાવાદ (૨) આર્મી ઇન્ફોટેક, અમદાવાદ અને (૩) ભારતી એરટેલ , અમદવાદ હતી. ગુજરાત ફાઈબર ગ્રીડ લીમીટેડ કંપની ગાંધીનગર દ્વારા સદર પંચાયતોમાં વિના વિલંબે નેટ કનેક્ટીવીટી મળે તે માટેના સાધન સામગ્રી મુકવાની છે. પંચમહાલ જિલ્લામાં ઉપરાંત એજન્સીઓને કામગીરી માટે મોટી રકમની ચુકવણી કરવામાં આવે છે. પરંતુ જિલ્લાની ગ્રામપંચાયતોમાં આ કામગીરી થતી નથી અને બારોબાર સરકારના કરોડો રૂપિયાનું ચુકવણું પંચાયતોમાં ઈ -ગ્રામ કાર્યરત છે. તેમ બતાવીને ચુકવી દેવામાં આવે છે. જે એક તપાસનો વિષય બન્યો છે.
ઇ-ગ્રામની વિજીલન્સ તપાસ કરાવવી….
સરકાર દ્વારા સમગ્ર રાજયમાં ગ્રામજનોના હિતમાં ઇ-ગ્રામ યોજના અમલમાં મુકેલ છે અને કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહેલ છે. પરંતુ તેની નિભાવણી, સાચવણી અને તપાસણી થતી ન હોઈ સમગ્ર રાજયના ગ્રામ્ય વિસ્તારના લોકો ઇ-ગ્રામ યોજનાનો લાભ મળતો નથી. જેથી ઇ-ગ્રામની વિજીલન્સ તપાસ કરાવવી કરારનો ભંગ કરતી એજન્સીઓના કરાર રદ કરી કાર્યક્ષમ એજન્સીઓ સદર કામગીરી સુપ્રત કરવાથી ડીજીટલ સેવા સેતુનો ધ્યેય સિધ્ધ થઇ શકે તેમ છે.