એક સાથે અનેક બીમારીઓથી પીડિત છે રાખી સાવંત, જાણો અત્યારે કેવી છે હાલત

મુંબઈ: ડ્રામા ક્વીન તરીકે પ્રખ્યાત રાખી સાવંત ક્યારેય હેડલાઈન્સ બનાવવાની કોઈ તક છોડતી નથી. તે વિવાદો અને કોમિક સ્ટાઈલથી પણ લોકોનું ઘણું મનોરંજન કરે છે. તાજેતરમાં જ તે લાંબા સમય પછી દુબઈથી પાછી આવી હતી, તે થોડા જ દિવસોમાં પેપ્સની સામે જોવા મળી હતી અને તે દરમિયાન તેની તબિયત બગડી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે તેની હાલત ખૂબ જ નાજુક છે અને તે હૃદયની ગંભીર બીમારીથી પીડિત છે.

હતાશ હાલતમાં તેની તસવીરો સામે આવી હતી જે તરત જ વાયરલ થઈ ગઈ હતી. આ જોયા પછી બધા એ જાણવા માંગતા હતા કે રાખી સાવંત સાથે શું થયું અને તે આવી પરિસ્થિતિનો શિકાર કેવી રીતે બની? હવે અભિનેત્રીની સંપૂર્ણ હેલ્થ અપડેટ સામે આવી છે. અભિનેત્રી એક-બે નહીં પરંતુ અનેક ગંભીર બીમારીઓથી પીડિત છે.

રાખી સાવંતની તબિયત ખરાબ હોવાને કારણે તેને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને હવે તેના પૂર્વ પતિ રિતેશ સિંહે ખુલાસો કર્યો છે કે અભિનેત્રીની હાલત ખૂબ જ ગંભીર છે. પૂર્વ પતિ રિતેશે જણાવ્યું કે રાખી એક સાથે ઘણી ગંભીર બીમારીઓથી પીડિત છે. તે એમ પણ કહે છે કે સામાન્ય રીતે રાખીની વાતને ગંભીરતાથી લેવામાં આવતી નથી, પરંતુ આ વખતે સ્થિતિ યોગ્ય નથી. રિતેશે જણાવ્યું કે હાર્ટ પ્રોબ્લેમની સાથે એક્ટ્રેસની કિડની પણ ખરાબ છે. એટલું જ નહીં તેના પેટમાં ૧૦ સેમીની ગાંઠ છે. આવી સ્થિતિને કારણે તે ફરી એકવાર સર્જરી કરાવશે.

અભિનેત્રીએ સોહિયાળ મીડિયામાં શેર કર્યું, ’હું ખૂબ જ જલ્દી સ્વસ્થ થઈ જઈશ, હું સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહી છું. મારા પેટમાં ૧૦ સે.મી.ની ગાંઠ છે અને શનિવારે શક્રિયા થશે. હું મારી તબિયત વિશે વધુ વાત કરી શકું તેમ નથી. પણ રિતેશ તમારા બધાનું યાન રાખશે. મારી સ્થિતિ પર અપડેટ અંગે તે હોસ્પિટલમાં બધાને જાણ કરશે. હું ગાંઠ બતાવીશ, એકવાર સર્જરી પહેલા હોસ્પિટલમાં દાખલ થવું પડશે. કારણ કે સર્જરી પહેલા બ્લડ પ્રેશર અને અન્ય વસ્તુઓને નિયંત્રણમાં લાવવાની છે. ચોક્કસ વિગતો જાણતી નથી કારણ કે હું ડૉક્ટર નથી, હું એક અભિનેતા છું.

રાખીએ આગળ કહ્યું, ’અહીંના ડૉક્ટરો શ્રેષ્ઠ છે અને તેઓ તેમનું કામ સંપૂર્ણ રીતે કરી રહ્યા છે. મેં જીવનમાં ક્યારેય હાર માની નથી અને બાળપણથી જ અનેક અવરોધો અને મુશ્કેલીઓ સામે લડી છું. હું ઓપરેશન થિયેટરમાં પણ લડવા જ જાઉં છું, મને ખબર છે કે મને કંઈ થવાનું નથી કારણ કે મારી પાસે મારી માતાના આશીર્વાદ છે, તે મારી સાથે છે. હું એક ફાઇટર છું અને હું પાછી આવીશ, ભલે તે નાની ગાંઠ હશે તે દૂર થઈ જશે. …(રડતાં) હું પાછી આવીશ અનેનાચીશ અને ગાઈશ. મને ખબર ન હતી કે ત્યાં ગાંઠ છે, હું ટુવાલમાં નાચતી હતી, અને જ્યારે હું ઘરે પાછી આવી ત્યારે બેભાન થઈ, મને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. આવ્યો. તમામ રિપોર્ટ્સ પછી જાણવા મળ્યું કે મને ટ્યુમર છે, પરંતુ હું જાણું છું કે હું બધાના મનોરંજન માટે પાછી આવીશ.