પટણા,બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ સ્પષ્ટ કર્યું કે તે તેમના પુત્ર સંતોષ કુમાર સુમનને આપવામાં આવેલા મંત્રી પદથી વધારે ખુશ નથી. એવામાં તેમની માંગ છે કે બીજો કોઇ વિભાગનું મંત્રી પદ મળવું જોઇએ, તેમણે સ્પષ્ટ રીતે સરકારમાં બે મંત્રી પદની માંગ કરી છે અને ઉદાહરણ આપતા મનગમતા વિભાગ વિશે પણ ઇશારો કર્યો છે. માંઝીએ કહ્યું કે, અમે રસ્તા પણ બનાવી શકીએ છીએ અને અમે ગટર પણ બનાવી શકીએ છીએ.અમે દરેક તે કામ કરી શકીએ છીએ જે કોઇ અન્ય કરી શકે છે. માંઝીનો ઇશારો રોડ નિર્માણ વિભાગ તરફ હતો.
જીતનરામ માંઝીએ કહ્યું કે, આ ઘરની વાત છે, અમારૂ એક રોટલીથી પેટ નથી ભરાતું એટલે અમે બે-ત્રણ રોટલીની માંગ કરીશું. અમે પોતાના નેતા પાસે માંગ કરી રહ્યાં છીએ. બિહારના પૂર્વ મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, ઓછામાં ઓછી બે રોટલી આપો, કારણ કે અમે ગરીબની રાજનીતિ કરીએ છીએ, માટે એવો વિભાગ મળે કે અમે પોતાના ગ્રામીણ વિસ્તારમાં કામ કરી શકીએ. જીતન રામ માંઝીએ કહ્યું કે અમે પોતાના નેતા સામે આ માંગ કરી છે જેનો સ્વીકાર કરવો તે તેમના ઉપર છે.
હિન્દુસ્તાની આવામ મોર્ચાના ૨ મંત્રીની માંગ પર બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ કહ્યું, હું ગામડામાંથી આવું છું, શહેર સાથે મારો કોઇ અર્થ નથી. હું ૪૩ વર્ષથી કામ કરી રહ્યો છું. લોકોને મારી પાસે આશા રહે છે કે કઇક કામ હું કરીને આપું. જો મને કોઇ મંત્રાલય મળી જાય તો કામ થઇ શકે છે. હંમેશા હું એક જ વિભાગ જોતો રહું આ સારૂ નથી લાગતું. જાણી જોઇને અમારા સમાજને નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે.
૧૨ ફેબ્રુઆરીએ બિહાર વિધાનસભામાં નીતિશ કુમાર સરકારનો ફ્લોર ટેસ્ટ થશે. હમના જીતનરામ માંઝીએ કહ્યું કે, અમે નીતિશજી અને દ્ગડ્ઢછ સાથે છીએ અને રહીશું. ૧૨ ફેબ્રુઆરીએ જે ફ્લોર ટેસ્ટ થશે તેમાં અમે દ્ગડ્ઢછનો સાથ આપીશું. એનડીએની સરકારનો વિધાનસભામાં જે ફ્લોર ટેસ્ટ થવાનો છે તે નિશ્ચિત રીતે સફળ થશે, કારણ કે તેમાં કોઇ સવાલ જ ઉભો નથી થતો. બિહારમાં એનડીએની નવી સરકાર જ રહેશે.
મહત્ત્વપૂર્ણ છે કે બિહારના બદલાયેલા રાજકારણમાં જીતનરામ માંઝીની મહત્ત્વની ભૂમિકા છે, તેમની પાર્ટી હિન્દુસ્તાની આવામ મોર્ચાના ચાર ધારાસભ્યો પર મહાગઠબંધન અને એનડીએ બન્નેની નજર છે. માંઝી દ્ગડ્ઢછમાં છે પરંતુ તેજસ્વી યાદવના જીતનરામ માંઝીને મુખ્યમંત્રી બનાવવાના નિવેદન પછી રમત બાકી છે.આ વચ્ચે માંઝીની નારાજગી પણ સામે આવી ચુકી છે.