એક નબીરાએ મોડીરાત્રે અકસ્માત સર્જયો,નશામાં ધૂત કારચાલકે સરકારી મિલક્તને નુક્સાન પહોંચાડ્યું

અમદાવાદ, અમદાવાદમાં નાઇટ પેટ્રોલિંગના નામે ચાલી રહેલા દેખાડાનો પર્દાફાશ થયો છે. પોલીસના નાઇટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડતી ઘટના સામે આવી છે. નાઇટ પેટ્રોલિંગ વચ્ચે વધુ એક કારચાલકનું મહાકારસ્તાન સામે આવ્યુ છે.બીએમડબ્લ્યુના કારચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જયો છે.બીએમડબ્લ્યના કારચાલકે બેફામ રીતે જજીસ બંગલાથી લઈને માણેકબાગ સુધી કાર ચલાવી હતી. નશામાં ધૂત કારચાલકે સરકારી મિલક્તને નુક્સાન પહોંચાડ્યું હતુ.

અમદાવાદના રસ્તા એટલે નબીરાઓના બાપાની જાગીર, એવુ સમજીને હવે નબીરાઓ ગાડી હંકારતા થયા છે. જેગુગાર અને મણિનગરના અકસ્માતને હજી એક અઠવાડિયું પણ પૂરુ નથી થતું ત્યાં અમદાવાદમાં શહેરમાં મોડી રાત્રે ફરી એક મોંઘીદાટ ગાડીએ અકસ્માત સર્જ્યો હતો. અમદાવાદના માણેકબાગ પાસે એક નબીરાએ દારુ પીને ગાડી ચલાવી હતી, અને અનેક જગ્યાઓએ અકસ્માત સર્જયો હતો. કાર ચાલક નશામાં ધૂત હોવાથી રસ્તામાં અલગ અલગ જગ્યાએ ગાડી અથડાવી હતી. ત્યારે એક જાગૃત નાગરિકે નશામાં ધૂત કાર ચાલકનો વીડિયો બનાવ્યો હતો.

સેટેલાઈટ વિસ્તારમાં નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જી સરકારી મિલક્તને નુક્સાન પહોચાડ્યું છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતું હાલ સેટેલાઈટ પોલીસ દ્વારા કારચાલકની અટકાયત કરાઈ છે. બીએમડબ્લ્યુ કારના ચાલકનું નામ કમલેશ બિશ્ર્નોઈ હોવાનું સામે આવ્યું છે. તેણે મોડી રાતે ૧ વાગ્યાની આસપાસ ચાલકે કાર માણેકબાગ નજીક અથડાવી હતી. જે બાદ દારૂના નશામાં કાર ચાલકે કાર જજીસ બંગલાથી લઈને માણેકબાગ સુધી બેફામ દોડાવી હતી. સેટેલાઈટ પોલીસે પીછો કરતાં ચાલક માણેકબાગથી ઝડપાયો હતો.