વડોદરાના પાદરા તાલુકાના કરખડી ગામે માનવતાને શર્મશાર કરતો બનાવ સામે આવ્યો છે. એક મહિલાને નિર્વસ્ત્ર કરી તાલીબાની સજા આપી બર્બરતાપૂર્વક ફેંકી દેવાઈ હતી. મહિલાના હાથ બાંધીને તેની લાશ ગટરના પાણીમાં નાંખી દેવાઈ હતી. ત્યારે લિવ-ઈનમાં સાથે રહેતા યુવકને આડાસંબંધની શંકા જતાં યુવતીને મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે વડુ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાદરા તાલુકાના કરખડી ગામે સીમમાં આવેલ એક કોતરમાંથીએક મહિલાની લાશ મળી આવી હતી. સ્થાનિક લોકોએ વડુ પોલીસને જાણ કરી કે, અહી કેમિકલયુક્ત પાણીની ગટરમાં એક મહિલાની લાશ પડી છે. ત્યારે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મહિલાની લાશ જોઈને કોઈને પણ અરેરાટી થઈ જાય.
પોલીસે સૌપ્રથમ તો ગટરમાંથી મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ મહિલાને બહુ જ દર્દનાક રીતે મોત આપવામાં આવ્યુ હતું. તેના હાથ પગ બાંધી દેવામાં આવ્યા હતા. તેમજ તેને નિર્વસ્ત્ર કરીને તેની લાશ આ પાણીમાં વહેટી કરાઈ હતી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ મહિલા કરખડી ગામમાં વણકરવાસમાં રહેતા 41 વર્ષીય દક્ષાબહેન ઉર્ફે ટીની નટુભાઈ સોલંકી છે. યુવકે યુવતીને મોતને ઘાટ ઉતારી હાથ બાંધીને ગામની સીમમાં આવેલા કોતરમાં બાવાના પલની તલાવડીમાં વહેતી ગટરમાં લાશ ફેંકી દીધી હતી. યુવક અને યુવતીએ મૈત્રી કરાર કર્યા હતા, પરંતુ છેલ્લા કેટલાંક સમયથી યુવકને યુવતીના પરપુરૂષ સાથે આડા સંબંધ હોવાની શંકા હતી. જે શંકામાં હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મોડી રાતે યુવકે તીક્ષ્ણ હથિયારથી પત્નીની હત્યા કરી હતી, જેના બાદ લાશ અહી ફેંકી દીધી હતી.
આ બાદ યુવકે પોતાનો ગુનો કબૂલ્યો હતો, અને પૂછપરછમાં જણાવ્યું કે, તેણે જ યુવતીની હત્યા કરી હતી. મહિલા નટુ હરીભાઈ સલંકી સાથે વર્ષ 2014 થી મૈત્રી કરાર કરીને રહેતી હતી. બંને વચ્ચે ઝગડા ચાલી રહ્યા હતા. જેથી તેણે આ હત્યાને અંજામ આપ્યો હતો.