ગોધરા, ગોધરા તાલુકાના હંસાપુર ગામના એક મહિલા ને કે જેમની ઉંમર વર્ષ 34 ને તારીખ 17 4 2024 ના રોજ પ્રસુતિ પીડા શરૂ થતા જ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ સેવા માટે રાતે 10 કલાક અને 26 મિનિટે કોલ કર્યો હતો. એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચીને મહીલાની તપાસ કરીને સિવિલ હોસ્પિટલ ગોધરા લઈ જવા માટે એમ્બ્યુલન્સ રવાના થઈ હતી. ત્યારે રસ્તામાં ભુરાવાવ ચોકડી પાસે પ્રસવ પીડા વધી જતા એમ્બ્યુલન્સ સાઈડમાં કરીને રસ્તામાં જ ડીલેવરી કરાવવાની ફરજ પડી હતી. ઈએમટી સુમિત્રાબેન બારીયા એ પોતાની કુશળતા અને અનુભવ તથા અમદાવાદના ખાતેના ઈસીઆરસીપી ડોક્ટરની સલાહ મુજબ સફળતાપૂર્વક એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવી હતી. મહીલાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો અને તેમને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે લઈ જવાયા હતા.
તે જ રાત્રિ દરમિયાન ગોધરા તાલુકાના બેટીયા ગામના વતની બીજા એક મહીલા કે જેમની ઉંમર વર્ષ 22 તેમની પ્રસવ પીડા શરૂ થતા રાતે 11 કલાકને 56 મિનિટે 108 સેવા માટે કોલ કર્યો હતો જેથી સ્થળ ઉપર પહોંચીને મહીલાને તપાસતા તેમને સાત મહિનાના સગર્ભા હતા. તેમજ તેમની ખૂબ જ પ્રસવ પીડા હોવાથી સ્થળ પર જ ડીલેવરી કરાવવાની ફરજ પડી હતી. ઇએમટી સુમિત્રા બારીયા અમદાવાદના ડોક્ટરની સલાહ મુજબ ઘરેજ ડીલેવરી કરાવી હતી. તેમણે એક બાળકીને જન્મ આપ્યો હતો. જે અધૂરા મહીને જન્મી હોવાથી વજન ઓછું હતું. તેમજ શ્વાસ લેવામાં તકલીફ જણાતી હતી તેથી તેને નિયુનેટલ કેર અને ઓક્સિજન આપતા શ્વાસમાં સુધારો જોવા મળ્યો હતો. તેમજ માતાની પ્રાથમિક સારવાર આપી માતા અને બાળકીને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં બંને માતા તેમ જ બંને બાળકીઓની હાલત સ્વસ્થ જાણવા મળેલ છે. આ રીતે પાયલોટ હિતેન્દ્રસિંહ અને ઇએમટી સુમિત્રાબેન બંને એક જ રાતમાંબે બાળકી અને બે માતાના જીવ બચાવીને ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે. આ રીતે 108 સેવાએ એક જ રાતમાં બે બાળકી અને માતા માટે વરદાનરૂપ સાબિત થઈ.