એક જ દિવાસમાં પંચમહાલ જીલ્લાના ત્રણ અલગ-અલગ સ્થળે થી રૂ.૨૨.૨૧ લાખનો દારૂ નો જથ્થો ઝડપ્યા

ગોધરા LCB પોલીસે સંતરોડ ગામેથી ૧૮.૩૭ લાખનો દારૂ નો જથ્થો ઝડપ્યો

ગોધરા,
ગોધરા એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે, દાહોદ તરફ થી એલ.પી. ટ્રક નંબર જીજે.૦૩.એટી.૧૩૮૬માં ઈંગ્લીશ દારૂ નો જથ્થો ભરીને ગોધરા તરફ આવી રહ્યો છે. તેવી બાતમીના આધારે સંતરોડ ગામે નાકાબંધી કરી ટ્રક ઝડપી પાડી હતી. ચેકીંગ કરતાં ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૭૭૬ કિંમત ૫,૩૨,૮૦૦/-રૂ પીયા ૨૬,૭૫,૩૦૦/-રૂપીયાના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા એલ.સી.બી. પોલીસ ઈન્સ્પેકટર ડી.એન.ચુડાસમા ને ખાનગી બાતમીદારો દ્વારા બાતમી મળી હતી કે, એલ.પી. ટ્રક નંબર જીજે.૦૩.એટી.૧૩૮૬ની પાછળની બોડીમાં ઈંટો મૂકી અંદરના ભાગે ઈંગ્લીશ દારૂ નો જથ્થો ભરીને દાહોદ થી ગોધરા તરફ આવવા નિકળેલ છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી. પોલીસે સંતરોડ ચેક પોસ્ટ ઉપર નાકાબંધી કરી ટ્રકને ઝડપી પાડવામાં આવી હતી. પોલીસ દ્વારા ટ્રકમાં ચેકીંગ કરતાં મેકડોવેલ વિસ્કીની પેટીઓ નંગ-૨૪૩ કિંમત ૧૦,૮૩,૫૦૦/-રૂપીયા, મેકડોવેલ રમની પેટીઓ નંગ-૪૭ કિંમત ૨,૧૧,૫૦૦/-રૂપીયા, એપીસોડ વ્હિસ્કીની પેટીઓ નંગ-૧૪૮ કિંમત ૫,૩૨,૮૦૦/-રૂપીયા મળી કુલ ૧૮,૩૭,૮૦૦/-રૂપીયાના દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યા. ટ્રક, ઈંટો, તાડપત્રી, મોબાઈલ ફોન, રોકડા ૧૯,૫૦૦/-રૂપીયા મળી ૨૬,૭૫,૩૦૦/-રૂપીયાના મુદ્દામાલ સાથે ભેગારામ ભીખારામ જાટ રહે. આલમસર ટાંક સ્કુલ, બાડમેડ, રાજસ્થાન, મુકતારામ વિરમારામ જાટ રહે.સેતરાઉ સ્કુલ પાસે તા.રામસર, બાડમેડ, રાજસ્થાનને ઝડપી પાડવામાં આવ્યા. આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.

હાલોલના કોટા મૈડા ગામેથી ૩.૫૨ લાખનો દારૂ નો જથ્થો ઝડપ્યો

હાલોલ,
હાલોલ તાલુકાના કોટા મૈડા ગામે રહેતા ઈસમના ઘર આગળ ખુલ્લી જગ્યામાં ઘાસ નીચે ઈંગ્લીશ દારૂ નો જથ્થો સંતાડી રાખેલ છે. તેવી બાતમીના આધારે હાલોલરૂલર પોલીસે રેડ કરી કિંમત રૂપીયા ૩,૫૨,૮૦/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે હાલોલ તાલુકાન કોટા મૈડા ગામે રહેતા મહોબતસિંહ જશવંતસિંહ ચૌહાણ એ પોતાનના ઘરની આગળ ખેતરમાં ઘાસના પૂળા નીચે દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. તેવી બાતમી હાલોલ રૂલર પોલીસને પેટ્રોલીંગ દરમ્યાન મળી હતી. બાતમીના આધારે હાલોલ ‚લર પોલીસે કેાટા મૈડા ગામે રેડ કરી હતી. પોલીસની રેઈડ દરમ્યાન ખાખી પૂઠાંના બોકસ નંગ-૫૮, સફેદ પૂઠાના બોકસ નંગ-૨૦ મળી આવેલ હતી. તમામ બેાકસને ખોલીને તપાસ કરતાં કુલ કવાર્ટસ નંગ-૨૭૮૪ કિંમત રૂ.૨,૯૨,૩૨૦/-રૂપીયા પાઉચ નંગ-૯૬૦ કિંમત ૬૦,૪૮૦/-રૂપીયા મળી કુલ કિંમત ૩,૫૨,૮૦૦/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. હાલોલ રૂલર પોલીસે ઘટના સ્થળે પંચનામું કરી પ્રોહિબીશન એકટ હેઠળ ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવમાં આવી છે.

જાંબુઘોડાના ડુમા ગામેથી ૩૧ હજારનો દારૂ ઝડપ્યો

જાંબુઘોડા,
જાંબુઘોડા તાલુકા પોલીસ ને બાતમી મળી હતી કે, છોટાઉદેપુરના ટુંડવા ગામનો ઈસમ મારૂતી કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈને ડુમા ગામ પાસે નર્મદા કેનાલના ફરતે જવાના હોય તેવી બાતમીના આધારે નાકાબંધી કરી હતી. નાકાબંધી દરમ્યાન ઈંગ્લીશ દારૂ કિંમત રૂ.૩૧,૩૨૦/-રૂપીયા મળી ૭૧,૮૨૦/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો પ્રમાણે જાંબુઘોડા પોલીસને બાતમી મળી હતી કે, છોટાઉદેપુરના ટુંડવા ગામે રહેતા અર્જુનસિંહ રાયસિંહ રાઠવા પોતાની મારૂતી ઝેન નં.જીજે.૦૬.ડીબી. ૬૨૪૦માં ઈંગ્લીશ દારૂનો જથ્થો બોડેલી થઈ જાંબુધોડાના ડુમા ગામે નર્મદા કેનાલ પાકા ડામર રોડ ઉપર થી વડોદરા તરફ જનાર છે. તેવી બાતમીના આધારે નાકાબંધી કરી હતી. નાકાબંધી દરમ્યાન મારૂતી કારને ઝડપી પાડી હતી અને ચેકીંગ દરમ્યાન કારમાં ચોરખાનું બનાવી ઈંગ્લીશ દારૂ વ્હીસ્કી બોટલ નંગ-૭૨ કિંમત ૩૧,૩૨૦/-રૂપીયા, મારૂતીકાર કિંમત ૪૦,૦૦૦/-રૂપીયા, મોબાઈલ ફોન નંગ-૧ મળી કુલ ૭૧,૮૨૦/-રૂપીયાના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે જાંબુધોડા પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.