મુંબઇ, એક જ બોલ પર બે વખત ડીઆરએસ લેવામાં આવ્યું, ક્રિકેટમાં અનોખો નજારો પહેલી વખત જોવા મળ્યો હતો. થયુ એવું કે ઈનિંગની ૧૩મી ઓવરમાં અશ્ર્વિન બોલિંગ કરી રહ્યા હતા. એવામાં ઓવરના અનોખા બોલ પર બેટર રાજકુમારે મોટો શોર્ટ મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ બોલ તેનાથી મિસ થઈ ગયો અને વિકેટકિપરની પાસે જતો રહ્યો.
ભલે વિશ્ર્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં અશ્ર્વિનને રમવાનો મોકો ન મળ્યો પરંતુ આ દિગ્ગજ બોલર પરત ભારત આવીને તમિલનાડુ પ્રીમિયર લીગમાં રમશે. જણાવી દઈએ કે ટીએનપીએલમાં અશ્ર્વિન શામ ડિંડિગુલ ડ્રેગન્સની ટીમના કેપ્ટન છે. એવામાં ટૂર્નામેન્ટને ચોથી મેચમાં અશ્ર્વિનની ટીમનો મુકાબલો ત્રિચિ ટીમની સાથે હતો. આ મેચમાં અશ્ર્વિને કંઈક એવું કર્યું છે જેની ચર્ચા થઈ રહી છે.
હકીક્તે એક જ બોલ પર બે વખત DRS લગાવી દીધો. ક્રિકેટમાં એવો અનોખો નજારો પહેલી વખત જોવા મળ્યો હતો. થયું એવું કે ત્રિચિની ઈનિંગની ૧૩મી ઓવરમાં અશ્ર્વિન બોલિંગ કરવા આવ્યા હતા. એવામાં ઓવરના અનોખા બોલ પર બેટર રાજકુમારે મોટો શોર્ટ મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ બોલ મિશ થઈ ગયો અને વિકેટકીપરની પાસે જતો રહ્યો.
એવામાં વિકેટકિપર અને બોલર અશ્ર્વિને કેચ આઉટની અપીલ કરી, જેમાં મેદાની એમ્પાયરે માન્યું અને આઉટ આપી દીધુ. પરંતુ બેટ્સમેને આ નિર્ણય વિરૂદ્ધ ડીઆરએસ લેવાનો નિર્ણય કર્યો. થર્ડ એમ્પાયરે ટીવી રિપ્લે જોયા બાદ માન્યું કે બોલ બેટથી નથી પરંતુ જમીનથી અથડાયો છે જેના કારણે અલ્ટ્રા એજ પર લાઈન દેખાઈ રહી છે.
એવામાં થર્ડ એમ્પાયરે મેદાનના એમ્પાયરના નિર્ણયને પલટતા બેટરને નોટ આઉટ જાહેર કરી દીધો. તેના તરત બાદ જેવું થર્ડ એમ્પાયરે બેટરને એનઓટી આઉટ આપ્યું અશ્ર્વિનને પોતાની તરફથી ડીઆરએસ લઈ લીધુ. ત્યાર બાદ અશ્ર્વિન મેદાનના અમ્પાર સાથે કંઈ વાત કરવા લાગ્યા. બન્ને મેદાનના એમ્પાયરની સાથે અશ્ર્વિનની હલ્કી બહેસ પણ થઈ. ત્યાં જ ફરી થર્ડ એમ્પાયરે બીજી વખત ટીવી રિપ્લે પર કેચને જોયો અને ફરી બેટ્સમેનને આઉટ જાહેર કર્યો. થર્ડ એમ્પાયરનું માનવાનું હતું કે બોલ બેટથી નહીં પરંતુ બેટ જમીન પર અથડાવવાના કારણે અલ્ટ્રા એજ પર હરક્ત જોવા મળી રહી હતી.
એવામાં એખ વખત ફરી અશ્ર્વિન દ્વારા કરવામાં આવેલા ડીઆરએસ પર બેટરને નોટ આઉટ જાહેર કરવામાં આવ્યો. પછી અશ્ર્વિન શાંત થયા અને બહેસને ત્યાં જ છોડી દીધુ. સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને જોરદાર રિએક્શન મળી રહ્યા છે. ત્યાં જ મેચની વાત કરીએ તો અશ્ર્વિનની ટીમ આ મેચ ૬ વિકેટથી જીતવામાં સફળ રહી છે.