એક ભ્રષ્ટ્ર અને આયાતિત અયોગ્ય સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારી લોકોને કુચડી નાખ્યા છે : ઇમરાન ખાન

ઇસ્લામાબાદ,

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાને એકવાર ફરી શહબાજ શરીફ સરકાર પર ભારે પ્રહારો કર્યા છે.કંગાળ થઇ રહેલ દેશ અને લોટ અને અનાજ અને વિજળીના ભાવો વચ્ચે સરકારે જે પેટ્રોલની કીમતમાં વધારો જાહેર કર્યો છે તેના પર ઇમરાન ખાને સરકારને કઠેડામાં ઉભી કરી છે.પેટ્રોલના ભાવ પાકિસ્તાનમાં ૨૫૦ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે.

પાકિસ્તાન તહરીક એ ઇસાફ (પીટીઆઇ)ના અધ્યક્ષ ઇમરાન ખાને પેટ્રોલિયમ ઉત્પાદનોની કીંમતોમાં વધારો અને ડોલરના મુકાબલે પાકિસ્તાની રૂપિયાની ઘટતી કીંમત માટે સરકારની ટીકા કરી છે.એક મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપી છે.એકસપ્રેસ ટ્રિબ્યુનના રિપોર્ટ અનુસાર પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને ટ્વીટ કરતા લખ્યું છે કે બળતરની કીમતોમાં તાજેતરમાં વધારો અને રૂપિયાના અવમૂલ્યન એટલે કે ઘટતી વેલ્યુએ જનતા અને પગારદારોને કચડી નાખ્યા છે.રિપોર્ટ અનુસાર ઇમરાન ખાને કહ્યું કે એક ભ્રષ્ટ્ર અને આયાતિત અયોગ્ય સરકાર દ્વારા આપણી અર્થવ્યવસ્થાના કુપ્રબંધને જનતા અને સર્વિસ સેકટરના લોકોને પેટ્રોલ ડીઝલની કીમતોમાં વધારાએ કચડી નાખ્યા છે.

નાણાં મંત્રી ઇશાક ડારે પેટ્રોલ અને ડીઝલની કીમતોમાં રવિવારે ૩૫ રૂપિયા પ્રતિ લીટરના વધારાની જાહેરાત કરી છે. તેમણે ટીવી પર રાષ્ટ્રના નામે સંબોધનમાં આ જાહેરાત કરી અને કહ્યું કે કેરોસીન અને સામાન્ય ડીઝલની કીમતોમાં પાકિસ્તાને ૧૮ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. રવિવારના વધારા બાદ પાકિસ્તાનમાં એક લીટર પેટ્રોલ ૨૪૯.૮૦ રૂપિયા,ડીઝલ ૨૬૨.૮૦ રૂપિયા,કેરોસીન ૧૮૯.૮૩ પ્રતિ લીટર અને સામાન્ય ડીઝલ તેલ ૧૮૭ રૂપિયા પ્રતી સીટર થઇ ગયું છે.ડારે પેટ્રોલિયમની કીમીના અહેવાલોને ફગાવતા કહ્યું કે કૃત્રિમ કમી પેદા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે યોગ્ય બળતર છે અને સામાન્ય પરિસ્થિતિઓમાં આવી કમી થવાનું કોઇ કારણ હશે નહીં.