
મુંબઈ,\ મહારાષ્ટ્રમાં ઈડીએ આઈએએસ અધિકારી રાજીવ જાયસ્વાલના ઘરે દરોડો પાડતા ઈડીને જુદી જુદી ૨૪ પ્રોપર્ટીનો પતો લાગ્યો છે. જેની ૩૪ કરોડ રૂપિયા થાય છે. આ સિવાય ૧૫ કરોડ રૂપિયાની ફિકસ્ડ ડિપોઝીટ મળી આવી છે. આ ઉપરાંત ઓરિસ્સાના નવરંગપુરા જિલ્લામાં ડેપ્યુટી કલેકટર પ્રશાંત રાઉતને વિજીલન્સ ઓફિસરે ૨ કરોડ રોકડા રૂપિયા સાથે પકડી પાડયો છે.
અહીં રસપ્રદ ઘટના એ બની હતી કે પ્રશાંત રાઉત બે કરોડ રૂપિયાની રકમ પડોશીની અગાશીમાં ફેંકી રહ્યો હતો. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ મહારાષ્ટ્રમાં આઈએએસ અધિકારી સંજીવ જાયસ્વાલના ઘરે તપાસ દરમિયાન ઈડીને ૨૪ સંપતિઓનો પતો મળ્યો છે. આ પ્રોપર્ટી સંજીય જયસ્વાલ અને તેની પત્નીના નામે છે આ સંપતિમાં મઢ આઈલેન્ડમાં આવેલો એક પ્લાંટ પણ સામેલ છે. આ સિવાય અનેક ફલેટ પણ છે. જેની કુલ કિંમત ૩૪ કરોડ રૂપિયા બતાવવામાં આવી છે.
આ સિવાય ૧૫ કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝીટ પણ કરાવી રાખી છે. ઉલ્લેખનીય છે કે બીએમસી તરફથી આપવામાં આવેલ કોન્ટ્રાકટમાં છેતરપીંડી કરવાના મામલામાં તપાસ દરમિયાન મહારાષ્ટ્રના આઈએસઆઈ જાયસ્વાલના કેસની તપાસમાં દરમિયાન આ સંપતિનો ખુલાસો થયો છે.જયસ્વાલ ત્યારે બીએમસીના એડીશ્ર્નલ કમિશ્ર્નર હતા. જયારે આ કોન્ટ્રાકટ અપાયા હતા.