ઈડી દ્વારા જપ્ત કરાયેલા પૈસા ગરીબોને મળશે, રાજમાતા અમૃતા રોય સાથે પીએમ મોદીએ વાત કરી

લોક્સભા ચૂંટણી ૨૦૨૪ને યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ રાજમાતા અમૃતા રોય સાથે ફોન પર વાત કરી હતી. તેમણે ફોન કરીને રાજમાતા અમૃતા રોયને કહ્યું કે પશ્ર્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા જપ્ત કરવામાં આવેલા પૈસા ગરીબ લોકોને આપવામાં આવશે જેમની પાસેથી તે લૂંટવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ઈડીએ ભ્રષ્ટાચારીઓ પાસેથી જે પણ સંપત્તિ અને નાણા જપ્ત કર્યા છે તેની સાથે, ગરીબો પાસેથી લૂંટાયેલું નાણું તેમની પાસે પાછું આવે તે સુનિશ્ર્ચિત કરવા માટે વડાપ્રધાન કાનૂની વિકલ્પોની શોધ કરી રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક તરફ ભાજપ દેશમાંથી ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખેડવા માટે પ્રતિબદ્ધ છે, તો બીજી તરફ તમામ ભ્રષ્ટાચારીઓ એકબીજાને બચાવવા માટે એકઠા થયા છે. પીએમએ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો કે પશ્ર્ચિમ બંગાળ રાજ્યમાં પરિવર્તન માટે મતદાન કરશે.

જણાવી દઈએ કે ૨૪ માર્ચે લોક્સભા ચૂંટણીની પાંચમી યાદી જાહેર કરતી વખતે ભાજપે પશ્ર્ચિમ બંગાળની રાણી માતા અમૃતા રોયને કૃષ્ણનગરથી ઉમેદવાર બનાવ્યા છે. તે જ સમયે, મહુત્રા મોઇત્રા ફરી એકવાર તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર પશ્ર્ચિમ બંગાળની કૃષ્ણનગર લોક્સભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આવી સ્થિતિમાં કૃષ્ણા નગરથી મહુઆ મોઇત્રા અને રાજમાતા અમૃતા રોય વચ્ચે મુકાબલો થશે.

ભાજપના ઉમેદવાર અમૃતા રોય નદિયા જિલ્લાના રાજબારીના ૩૯મા વંશજ સૌમિશ ચંદ્ર રોયની પત્ની છે. રાજમાતા ૨૦ માર્ચે ભાજપમાં જોડાયા હતા. ભાજપે માત્ર પાંચ દિવસ બાદ જ તેમની ઉમેદવારી જાહેર કરી હતી. અમૃતા રોયની રાજકીય સફર સીધી લોક્સભા ચૂંટણી લડવાની સાથે શરૂ થશે.