નવીદિલ્હી, લોક્સભા ચૂંટણી પહેલા ઈડીએ ભ્રષ્ટાચાર પર જોરદાર હુમલો કર્યો છે. ઝારખંડના સીએમ હેમંત સોરેનની શોધમાં ઈડીની ટીમ દિલ્હી પહોંચી છે. પરંતુ હજુ સુધી હેમંત સોરેનનો કોઈ સુરાગ મળ્યો નથી. એક રાજ્યના મુખ્યમંત્રી ઈડીના ડરથી ગુમ થઈ ગયા તે આશ્ર્ચર્યજનક બાબત છે. જો કે, ઝારખંડના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી એક મેલ આવ્યો છે કે સીએમ હેમંત સોરેન ૩૧ જાન્યુઆરીએ ઈડી તપાસમાં જોડાશે. પરંતુ મુખ્યમંત્રીને હજુ સુધી કોઈ સુરાગ ન મળવાની વાત ખુદ ચોંકાવનારી છે.
ઈડીની ટીમ દિલ્હીમાં હેમંત સોરેનને શોધી રહી છે. ઈડીને હેમંત સોરેન મળ્યો નથી, પરંતુ ઈડી ઓફિસને ઝારખંડના સીએમના સચિવાલય તરફથી જવાબ મળ્યો છે કે હેમંત સોરેન ૩૧ જાન્યુઆરીએ બપોરે ૧ વાગ્યે રાંચીમાં ઈડી ઓફિસમાં હાજર થશે. તમને જણાવી દઈએ કે ઈડીએ જમીન કૌભાંડમાં હેમંત સોરેનને દસમું સમન્સ મોકલ્યું હતું અને ૨૯ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી તેમનું નિવેદન નોંધવા કહ્યું હતું. ઈડ્ઢએ કહ્યું હતું કે જો તમે અમારી પાસે નહીં આવો તો અમે ટીમ સાથે તમારી જગ્યાએ આવીશું.
ઈડીના આ સમન્સ બાદ હેમંત સોરેન ૨૭ જાન્યુઆરીએ રાંચીના રાજભવનમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. પછી દિલ્હી જવા રવાના થયા. તેના પગલે આજે ઈડ્ઢની ટીમ દિલ્હી પહોંચી હતી. ઈડીની ટીમ શાંતિ નિકેતન, મોતીલાલ નેહરુ માર્ગ અને ઝારખંડ ભવન પહોંચી હતી, પરંતુ ત્રણેય જગ્યાએ ઝારખંડના મુખ્યમંત્રીનો કોઈ પત્તો મળ્યો નહોતો. જો કે, ઈડીએ તેના ઘરેથી કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો રિકવર કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે હેમંત સોરેનની આજે જ ધરપકડ થઈ શકે છે.
જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હેમંત સોરેન રવિવારે જ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને મળ્યા હતા અને માનવામાં આવે છે કે હેમંત સોરેન ઈડ્ઢ સમન્સ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો સંપર્ક પણ કરી શકે છે. આજે સીએમ સોરેનને ઈડી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમનો કોઈ પત્તો મળ્યો નથી.