દ્વારકાથી લઇને કાલુપુર સ્વામિનારાયણ મંદિર આખુંય ગુજરાત હોળીના રંગે રંગાયુ

કાલુપુર સ્વામિનારાયણ મંદિર

અમદાવાદ, ધૂળેટીના પર્વ પર શામળાજી હોય કે દ્વારકા, સાળંગપુર હોય કે કાલુપુર સ્વામિનારાયણ મંદિર દરેક ધાર્મિક સ્થળ પર ભક્તોની ભીડ જોવા મળી હતી. લાખ્ખો ભક્તોએ આ પવિત્ર પર્વને ઇશ્ર્વરના સાનિયમાં ઉજવ્યો હતો ધૂળેટીના પર્વ પર સમસ્ત ગુજરાત રંગોમાં રંગાયેલું જોવા મળ્યું હતું. ઠેર-ઠેર ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને ભગવાનના ધામોમાં ભક્તોના ઘોડાપુર ઉમટ્યા હતા. ભક્તોએ ખુબજ ઉત્સાહપૂર્વક રંગોનો આ ઉત્સવ ઉજવ્યો.

હનુમાનજીના પાવન તીર્થ સાળંગપુરમાં રંગોત્સવ ઉજવાયો જેમાં ૫૧ હજાર કિલો રંગના ઉત્સવમાં દાદાનું ધામ રંગાયેલું જોવા મળ્યું તો બીજી તરફ દ્વારકામાં ફુલડોલ ઉત્સવને લઇને માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતું અને સૌ કોઇ રંગોના આ પવિત્ર ઉત્સવમાં રંગાઇ ગયા હતા

કાલુપુર સ્વામિનારાયણ મંદિર

અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ ભક્તોએ ધામધૂમથી ધૂળેટીનો પર્વ ઉજવ્યો હતો.. મંદિર પરિસરમાં ભક્તોએ રંગ ઉડાવી, ભગવાન જગન્નાથનો જયકારો બોલાવ્યો હતોઅમદાવાદના કાલુપુર સ્વામીનારાયણ મંદિરમાં પણ ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી થઇ.. સ્વામી નારાયણ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને અબિલ-ગુલાલની છોળો વચ્ચે આ પર્વ ઉજવ્યો હતોપ્રસિદ્ધ શામળાજી મંદિરમાં પણ ધૂળેટી પર્વની રંગેચંગે ઉજવણી થઇ.. અહીં ભગવાનને ચાંદીની પીચકારીથી અને અબિલ-ગુલાલથી રંગવામાં આવ્યા હતા.. આ પર્વ પર શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો

You May Also Be Interested in Other Topics –
1.મનરેગા ગુજરાત દાહોદ
2.ડૉ બાબાસાહેબ આંબેડકર શિક્ષણ
3.સ્વચ્છતા અભિયાન ચિત્ર