ભારતના પશ્ર્ચિમ છેવાડે હજારો વર્ષ પુર્વે ભગવાન શ્રીકૃષ્ણે વસાવેલી દ્વારકા નગરીમાં ભગવાન દ્વારકાધીશ જગતમંદિરના શિખરના ર્જીણોદ્ધારની વારંવાર રજુઆતો કરાયા બાદ ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા મંદિર શિખરના જર્જરીત ભાગોના પુન: ર્જીણોદ્ધાર માટેની કામગીરીનો પ્રારંભ કરતા પ્રાથમિક તબકક કામગીરી હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ગૌમતી નદીની ઉતરે સમુદ્રની સપાટીથી ૭૦ ફુટની ઉંચાઈએ પરિચમાભિમુખ મંદિર જમીન સપાટીથી લગભગ ૧૫૦ ફુટ ઉંચુ મુખ્ય શિખર ધરાવે છે. જયાં બાવન ગજની ધજા લહેરાય છે. હાલનું દ્રશ્યમાન શ્રી દ્વારકાધીશજીનું જગતમંદિર સાત માળનું છે તે સમુદ્રની સપાટીથી ૪૫ ફુટ ઉંચે છે જયાં પહોંચવા માટે છપ્પન સીડી ચડવી પડે છે.મંદિરનાં ચોગાનથી સુવર્ણ કળશ સુધીની ઉંચાઈ ૧૨૬ ફુટ છે. આ મંદિર વિમાનગૃહ, ભદ્રપીઠ, લાડવામંડપ અને અર્ધમંડપ એમ ચાર વિભાગમાં વહેંચાયેલું છે. મંદિરની પૂર્વ-પશ્ર્ચિમ લંબાઈ ૮૮ ફુટ છે. ઉતર દક્ષિણ પહોળાઈ ૭૦ ફુટ છે. એક જ શિલામાંથી કોતરેલા ૭૨ સ્તંભો ઉપર આ મંદિરની ઈમારત ઉભી છે. મંદિર ઉપરનો વજ સ્તંભ ૨૫ ફુટનો છે તેની ઉપર ૨૦ ફુટના વજ દંડમાં બાવન ગજ કાપડની સૂર્ય-ચંદ્રના નિશાનવાળી સફેદ-પચરંગી વજા દ્વારકાના નિલરંગી આકાશમાં અહનશ લહેરાયા કરે છે.
ભારતીય પુરાતત્વ વિભાગની દિલ્હી સ્થિત વડી કચેરીના ડીરેકટર જનરલ વાય.એમ.રાવતના માર્ગદર્શન અને સૂચના મુજબ રાજકોટ ખાતેની ભારતીય પુરાતત્વ વિભાગની સર્કલ કચેરીના માર્ગદર્શન હેઠળ આર્કોલોજીની ટીમના આઠ જેટલા એન્જીનીયર્સ તાજેતરમાં જગતમંદિરના ફલોરીંગથી લઈને લાડવા ડેરા તથા શક્તિ માતાજીના મંદિર સુધીના મજલા અને વજાજીના દંડ સુધીના મજલા ઉપર ત્રણ ટીમ બનાવીને ૭૦૦ ડીગ્રી સહિતના સાધનો સાથે હાલની મંદિરની કંડોરાયેલી શિલ્પ કલાઓનું સ્કેનીંગ કરાયું છે અને આ સ્કેનીંગ કરેલા ડેટા આધારે થયેલા મંદિરના ર્જીણ થયેલ વિવિધ ભાગોનું સ્થાપિત પથ્થરોને અનુરૂપ મંદિરનો પુન: ર્જીણોદ્ધાર થાય તેના ઉપર પૂરતું યાન કેન્દ્રીત કરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
જગતમંદિરના કલોરિંગમાં પથરાયેલા કલાત્મક પથ્થરો જે ર્જીણ હાલતમાં હોય તેને અગ્રતાના ધોરણે બદલવાની તૈયારીઓ ચાલી રહી છે. જગતમંદિરના દર્શન સમય અને યાત્રીકોની અવરજવરને યાનમાં રાખીને પૂરતી તકેદારી રાખીને મંદિરના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલા સભામંડપ તથા નિજમંદિર સહિતના ભાગોમાં પણ ર્જીણ થયેલા પથ્થરોની જગ્યાએ નવા પથ્થરો વડે ર્જીણોદ્ધાર કરાશે. આ કામગીરી માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા ૧૮ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.
પુરાતત્વકાળના કહેવા મુજબ દ્વારકાધીશ મંદિરનું નિજ મંદિર ૧૨-૧૨ની સદીમાં બંધાયેલું છે. જયારે લાડવા મંડપ કે સભામંડપ ૧૫-૧૬મી સદીમાં બંધાયેલ છે. આ મંદિરમાં પશુદેહવાળી માનવમુખી, પરી, પાંખવાળા હાથી વગેરે વિદેશી શિલ્પો છે. આ મંદિરમાં મત્સ્ય, નૃસિંહ, વરાહે, પરશુરામ, લક્ષ્?મીનારાયણ વગેરે અવતારોની મૂતઓ કોતરાયેલી છે. મૌર્ય, ગુપ્ત, ગારૂલક, ચાવડા, ચાલુકય, રાજયકાલીન શિલ્પો પણ છે. જૈન અને બૌદ્ધ ધર્મના શિલ્પો પણ છે. નિજમંદિરના દરેક માળ ઉપર સ્વતંત્ર શિખરો બંધાયેલા છે. રોતાળ પથ્થરોમાંથી કંડોરાયેલા આ જગતમંદિરનું શિલ્પ વિવિધ સંસ્કૃતિને ઉદ્ધાટિત કરતું હોવાથી જગતમંદિર તરીકે પ્રખ્યાત બન્યું છે.