હવામાન વિભાગ અનુસાર આજે ગુરુવારે સવારે ઠંડીનો અહેસાસ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે આગામી બે દિવસમાં તાપમાનનો પારો ગગડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી બે દિવસ સુધી તાપમાન ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં બપોરે ગરમીનો અને રાત્રે ઠંડીનો અનુભવ થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
તો આજે અમદાવાદ,બોટાદ, છોટાઉદેપુર,ગાંધીનગર, જુનાગઢ, મહીસાગર, મહેસાણા,પંચમહાલ, રાજકોટ, વલસાડમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. ભરુચ, ભાવનગર, ગીર સોમનાથ, ખેડા, નર્મદા, નવસારી, પાટણ, સુરત, વડોદરા સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ તાપી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, મોરબી, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ડાંગ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.