દ્વારકા પંથકમાંથી ૧૮૪ બોટલ વિદેશી દારૂ અને ૫૪ બિયરના ટીન સાથે બે ઝડપાયા

ઓખા મંડળમાં પી.આઈ. ટી.સી. પટેલની સૂચના મુજબ વસઈ ગામ વિસ્તારમાં દ્વારકા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન સ્થાનિક સ્ટાફની બાતમીના આધારે વસઈ ગામ તરફ જતા એક મંદિર પાસેથી બાવળની ઝાળીઓમાં છુપાવીને રાખવામાં આવેલી રૂૂપિયા ૮૧,૫૦૦ ની કિંમતની વિદેશી દારૂૂની ૧૬૩ બોટલ તથા રૂૂપિયા ૭,૨૦૦ ની કિંમતના બિયરના ૩૬ ટીન મળી કુલ રૂૂપિયા ૮૮,૭૦૦ ના મુદ્દામાલ સાથે ગઢેચી ગામના રહીશ રામભા બબાભા સુમણીયા નામના ૨૪ વર્ષના શખ્સની પોલીસે અટકાયત કરી હતી.

આ પ્રકરણમાં આરોપી રામભાએ દારૂૂનો આ જથ્થો વેચાણ અર્થે ભાગીદારીમાં દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારના રહીશ મુરુભા ઉર્ફે મોડભા મેરૂૂભા માણેક, સુનિલ મેરૂૂભા માણેક અને કરણ ઉર્ફે કનુ ટપુભા માણેક સાથે લીધો હોવાનું કબુલતા પોલીસે આ ત્રણેય શખ્સો સામે પણ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય એક કાર્યવાહીમાં પી.એસ.આઈ. આર.એચ. સુવા. તેમજ તેમની ટીમ દ્વારા દ્વારકા તાબેના શિવરાજપુર નજીક સ્થાનિક પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આ જ ગામના વિમલભા બાલુભા સુમણીયા નામના ૨૪ વર્ષના હિન્દુ વાઘેર શખ્સને રૂૂ. ૧૦,૫૦૦ ની કિંમતની વિદેશી દારૂૂની ૨૧ બોટલ તથા રૂૂપિયા ૩,૬૦૦ ની કિંમતના બીયરના ૧૮ ટીન સહિત કુલ રૂૂપિયા ૧૪,૧૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.