દ્વારકામાં યોજાશે આહીર સમાજનો રાસોત્સવ, ૩૭ હજાર મહિલાઓ વર્લ્ડ રેકોર્ડ રચશે

સુરત, સુરતમાં આહીર સમાજ દ્વારા રાસોત્સવ યોજવામાં આવ્યો હતો. ૪૩૦૦ જેટલી આહીર સમાજની મહિલાઓ પરંપરાગત પોશાક પહેરી રસોત્સવમાં જોડાઈ હતી આગામી ૨૪ ડિસેમ્બરના રોજ દ્વારકા ખાતે સમગ્ર ગુજરાત માંથી આહીર સમાજની ૩૭, હજાર જેટલી મહિલાઓ રસોત્સવમાં પારંપરાગત રીતે જોડાઈ વ્રજવાણીની એ ઘટનાનું પુનરાવર્તન કરી વર્લ્ડ રેકોર્ડ બનાવશે.

સુરત શહેરમાં વસતા આહીર સમાજ દ્વારા રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આહિર સમાજની મહિલાઓએ પારંપરાગત રીતે પોશાક પહેરી અંદાજિત ૪૩૦૦ જેટલી મહિલાઓએ વ્રજવાણીની એ ઘટનાની યાદમાં રાસની રમઝટ બોલાવી હતી એક સાથે પરંપરાગત રીતે પોશાક પહેરી રાસ રમતી હતી તે દરમિયાન તમામ શ્રીકૃષ્ણની યાદમાં ભાવવિભોર બની હતી આવનારી ૨૩ અને ૨૪ ડિસેમ્બરના રોજ દ્વારકા ખાતે વ્રજવાણીની યાદમાં ભવ્ય રાસોત્સવ યોજાવા જઈ રહ્યો છે.

જેના ભાગરૂપે સુરત શહેરમાં મોટી સંખ્યામાં આહીર સમાજ ની મહિલાઓ રસોત્સવમાં જોડાઈ હતી દ્વારકા ખાતે યોજાનાર ૨૪ ડિસેમ્બરના દિવસે સમગ્ર ગુજરાતમાંથી ૩૭ હજાર જેટલી આહીર સમાજની મહિલાઓ પરંપરાગત રીતે પોશાક પહેરી રાસોત્સવમાં જોડાશે સમગ્ર ગુજરાત માટે આ રસોત્સવ વર્લ્ડ રેકોર્ડ સમાન બની રહેશે.. તેના ભાગરૂપે સુરતમાં રસોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.