દ્વારકા લાલપુર હાઇવે રોડ પર સર્જાયેલા અકસ્માતમાં બેના મોત

દ્વારકા લાલપુર હાઇવે રોડ પર સર્જાયેલા અકસ્માતમાં બેના મોત થયા છે. કારનો ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારચાલક શ્યામ ધારાણી અને કૈલાશ ઠાકોર નામના યુવકોના મોત થયા છે.

કાર પલટી જતા ૨ યુવકના કમકમાટીભર્યા મોત થયા હતા ત્યારે અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તાત્કાલિક ૧૦૮ને બોલાવવામાં આવી હતી. તેમજ અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી.ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.