ડ્યૂટી દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરવા પર કાર્યવાહી થશે,બિહાર પોલીસ હેડક્વાર્ટરનું નવું ફરમાન

પટણા, બિહાર પોલીસમાં કામ કરી રહેલ કોઈ પણ પોલીસકર્મી હવે ફિલ્ડમાં ડ્યૂટી દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહીં. બિહાર પોલીસ હેડક્વાર્ટરે તેના સબંધિત આદેશ જારી કર્યો છે. જારી કરાયેલા સખત આદેશમાં મુખ્યત્વે એવું કહેવામાં આવ્યું છે કે, જો પોલીસકર્મીઓ ફિલ્ડ ડ્યુટી દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરતા જોવા મળશે તો તેમની સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. પોલીસ હેડક્વાર્ટર દ્વારા સોશિયલ મીડિયા પર લખવા અંગે પણ પોલીસકર્મીઓ માટે એક ગાઈડલાઈન જારી કરવામાં આવી છે.

જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યુ છે કે, જે નિયમોનું ઉલ્લંઘન કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ હેડક્વાર્ટરને ફરજ દરમિયાન પોલીસ કર્મચારીઓ દ્વારા મોબાઈલ ફોનના ઉપયોગ અંગે સતત ફરિયાદો મળી રહી હતી. આ સાથે સોશિયલ મીડિયા પર પોલીસ કર્મચારીઓના એકાઉન્ટ સાથે જોડાયેલી કોઈપણ માહિતી સાર્વજનિક કરવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. જેના કારણે પોલીસ હેડક્વાર્ટરને કડક પગલા ભરવા પડ્યા છે.

પોલીસ હેડક્વાર્ટર દ્વારા આદેશ જારી કરીને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, નિયમોનું ઉલ્લંઘન કરવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે. હેડક્વાર્ટરનું માનવું છે કે આવા કામ કરવાથી સામાન્ય લોકોમાં પોલીસની છબી પર નકારાત્મક અસર પડે છે. પોલીસ હેડક્વાર્ટરનું માનવું છે કે પોલીસનું કામ ખાસ પ્રકારનું હોય છે. ફરજ પર હોય ત્યારે વ્યક્તિએ હંમેશા સતર્ક રહેવું જોઈએ. તમામ અધિકારીઓ અને જવાનો પાસેથી ઉચ્ચ શિસ્તની અપેક્ષા રાખવામાં આવે છે. ફરજ પર હોય ત્યારે મોબાઈલ કે ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો બિનજરૂરી ઉપયોગ યાન ભંગ કરે છે અને તેની અસર કામ પર પણ પડે છે.