દુષ્કર્મી કાઉન્સિલરના ભાઇનાં પણ કરતૂતો ખૂલ્યાં:કોર્પોરેટરના ભાઇનો રંગરેલિયા મનાવતો વીડિયો વાઇરલ

આણંદ નગરપાલિકાના વોર્ડ ‎નંબર 6ના ભાજપના સસ્પેન્ડેડ કાઉન્સિલર ‎‎દીપુ ગોરધન પ્રજાપતિ (જલારામ ‎‎ખમણવાળા)એ શહેરમાં જ રહેતી ‎‎એક પરિણીતા ઉપર દુષ્કર્મ ‎ગુજાર્યાનો કિસ્સો પ્રકાશમાં ‎આવતાં જ ખળભળાટ મચી ગયો‎ છે. દીપુ પ્રજાપતિએ પરિણીતાને ધાક ધમકી આપી ગર્ભપાત પણ કરાવ્યો હતો. હાલ તે પોલીસ પકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ત્યારે બીજી તરફ દીપુ પ્રજાપતિના મોટા ભાઈ અને મારામારીના આરોપી કમલેશ ગોરધન પ્રજાપતિ બે મહિલાઓ સાથે રંગરેલીયા મનાવતો હોવાનો વીડિયો ફરતો થયો છે. આ વીડિયયો કમલેશ પ્રજાપતિની પૂર્વ પત્નીએ જ વાયરલ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

પત્નીની ગેરહાજરીમાં અન્ય સ્ત્રીઓને ઘરે બોલાવતો મળતી માહિતી મુજબ વર્ષ 2010 માં લગ્નતાંતણે બંધાયેલો કમલેશ પ્રજાપતિ તેની પત્ની સાથે અવારનવાર ઝઘડા કરી માનસિક ટોર્ચર કરતો હતો. પોતાની પત્ની અને સંતાન પાછળ રૂપિયા ખર્ચવા માટે ઝઘડાઓ કરતો આ કમલેશ પ્રજાપતિ બહારની સ્ત્રીઓ પાછળ મન મૂકીને પૈસા ખર્ચતો હતો. પત્ની તેના પિયર જતી ત્યારે આ કમલેશ બહારની સ્ત્રીઓને ઘરના બેડરૂમમાં બોલાવતો હતો.

કમલેશની આ કરતુતો અંગેની જાણ પાડોશીઓ થકી તેની પત્નીને થઈ હતી. જેથી પત્નીએ ખરાઈ કરવા માટે પોતાના ઘરના બેડરૂમમાં હિડન કેમેરા ગોઠવ્યાં હતાં. આ હિડન કેમેરામાં કમલેશ પ્રજાપતિના રંગરેલીયા મનાવતાં દ્દશ્યો કેદ થયાં હતાં. કમલેશની આવી કરતુતોથી કંટાળેલી પત્નીએ વર્ષ 2019માં ઘરેલું હિંસા અને ભરણપોષણનો કેસ કર્યો હતો.

આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના ભાજપના સસ્પેન્ડેડ કાઉન્સિલર દીપુ ગોરધનભાઈ પ્રજાપતિએ છએક માસ અગાઉ મતદાર સ્લિપ આપવાના બહાને એક પરિણીતાનો મોબાઈલ નંબર મેળવી તે સાથે વાતચીત શરૂ કરી હતી. એ બાદ બંને વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતનું રેકોર્ડિંગ તેના પતિને મોકલવાની ધમકીઓ આપી પરિણીતા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને આ સિલસિલો યથાવત્ હતો.

એ બાદ ગત શનિવારે રાત્રે પરિણીતાનો પતિ બજારમાં ગયો હતો એ વખતે આ દીપુ પ્રજાપતિ પરિણીતાના ઘરમાં ઘૂસી ગયો હતો અને એકલતાનો લાભ લઇ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જોકે એ વખતે પરિણીતાનો પતિ ઘરે આવી જતાં દીપુ પ્રજાપતિ રંગેહાથ ઝડપાઇ ગયો હતો. આ દરમિયાન બૂમાબૂમ થતાં પરિવારજનો તેમજ આસપાસના રહીશો એકત્રિત થઈ ગયાં હતાં.

બીજી બાજુ આ અંગેની જાણ થતાં દીપુ પ્રજાપતિના બંને ભાઈ અને તેમના સાગરીતો લાકડી, પાઈપ જેવાં હથિયાર લઈને દોડી આવ્યા હતા અને પરિણીતાનાં પરિવારજનો સાથે મારામારી કરી હતી. મારામારીની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તો સામે પક્ષે પરિણીતાનાં પરિવારજનો તેમજ પાડોશીઓએ કરેલા હુમલામાં આ દીપુ પ્રજાપતિ ઘાયલ થયો હતો, જેથી દીપુ પ્રજાપતિ સૌપ્રથમ નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવી હતી અને ત્યાર બાદ ભૂગર્ભમાં ઊતરી ગયો છે. પોલીસે તેના ઘર-મિત્ર ‎વર્તુળ સહિત સગાં-સંબંધીઓનાં ‎ઘરે દરોડા પાડ્યા હતા, પરંતુ તે‎ હાથમાં આવ્યો નથી. તેનો ફોન ‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎પણ તેણે બંધ કરી દીધો છે.‎ પોલીસે મારામારીમાં ‎સંડોવાયેલા કાઉન્સિલરના બે ભાઇ કમલેશ ગોરધનભાઈ પ્રજાપતિ અને ભરત ગોરધનભાઈ પ્રજાપતિને ઝડપી લીધા હતા.