દુષ્કર્મની ફરિયાદમાં ઘણા સમયથી ફરાર રાજીવ મોદી આખરે પોલીસ સમક્ષ હાજર થયા

અમદાવાદ,બલ્ગેરિયન યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદ બાદ કેડિલાના સીએમડી પોલીસ સમક્ષ હાજર થયા છે. બલ્ગેરિયન યુવતીની દુષ્કર્મની ફરિયાદમાં ઘણા સમયથી ફરાર રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. હાલ સોલા પોલીસે આ મામલે નિવેદન નોંયું છે.

અમદાવાદ પોલીસના શોધખોળ બાદ પણ તેઓ ગાયબ હતા. તેઓ વિદેશમાં છુપાયા હોવાની ચર્ચા પણ વહેતી થઈ હતી. ત્યારે અચાનક આજે સવારે રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા છે. જેના બાદ પોલીસે તેમનું નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. ફરિયાદમાં યુવતીના આક્ષેપને લઈને તપાસ શરૂ કરાઇ છે. ફરિયાદના મુદ્દા પર પૂછપરછ કરાશે.

કેડિલા ફાર્માના સીએમડી સામે ફરિયાદ કરનાર યુવતી ક્યા છે તે પોલીસને હજી સુધી ખબર નથી. ડરના માર્યે બલ્ગેરિયન યુવતી છુપાઈ છે. જોકે, બલ્ગેરિયન યુવતી વતન ચાલી ગયાનો અમદાવાદ સીપીનો દાવો છે. જો કે, પીડિતાએ વીડિયો જાહેર કરી સલામત સ્થળે હોવાનો દાવો કર્યો છે. યુવતી પોતે જ અસલામતી અનુભવી રહી છે, તેથી પોલીસને પણ પોતાનું સરનામું નથી જણાવી રહી. તે પહેલા બલ્ગેરીયન યુવતીના ગુમ થવા અંગે વકીલે જોઇન્ટ પોલીસ કમિશનરથી માંડીને ગ્રામ્ય એસપીને આ મામલે જાણ કરી હતી. વકીલે કહ્યું હતું કે, ગત ૨૪ જાન્યુઆરી બાદથી યુવતી સાથે સંપર્ક થયો નથી. યુવતીએ વકીલ સાથે કરેલી વાતચીતનું ચેટ પણ ઇમેઇલમાં એટેચ કરાયું છે. કેટલાક લોકો તેને મારવાની કોશિશ કરતા હોવાની દહેશત યુવતીએ વકીલ સમક્ષ વ્યક્ત કરી છે. મહત્ત્વની વાત એ છે કે એડવોકેટે દુષ્કર્મ કેસમાં જે સાક્ષીઓનાં નામ પોલીસને આપ્યાં હતાં તેમાંથી એક સાક્ષીનું તાજેતરમાં જ શંકાસ્પદ મૃત્યુ થયું છે. હદને લઇને પ્રશ્ર્ન સર્જાતા પોલીસ અધિકારીઓને ઇ-મેઇલથી જાણ કરાઇ છે.

કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ વિદેશી યુવતીની ફરિયાદ સોલા પોલીસે નોંધી છે. પોલીસે કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી વિરુદ્ધ આઇપીસીની કલમ ૩૭૬, ૩૫૪, ૫૦૬(૨) મુજબ ફરિયાદ નોંધાઈ છે. તમને જણાવી દઈએ કે રાજીવ મોદી સામે ફરિયાદ નોંધવા બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ તેણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. વર્ષ ૨૦૨૩ના માર્ચ મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદ દાખલ થતા સોલા પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે. રાજીવ મોદી ઉપરાંત જોહન્સન મેથ્યુ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ૨૨ ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી વિદેશી યુવતી પર શારીરિક દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. યુવતીએ છારોડી કેડીલા ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

તા.૨૪મી અને ૨૬મી ફેબ્રુઆરીના રોજ યુવતી સાથે સીએમડીએ અણછાજતું કૃત્યુ અને વ્યવહારની જાતીય સતામણી કરી હતી. આ મામલે આ વિદેશી યુવતીએ મહિલા આયોગ, નવરંગપુરા પોલીસ મથક, સોલા પોલીસ મથક, મહિલા પોલીસ સ્ટેશનમાં કેડીલા ફાર્માસ્યૂટિકલ્સ કંપનીના સીએમડી રાજીવ ઈન્દ્રવદનભાઈ મોદી અને તેમને મદદ કરનાર જોન્સન મેન્થુ સામે જાતીય સતામણી અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા માટે લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આરોપો છે.