દુનિયાના શક્તિશાળી દેશોમાં ભારત ૧૨મા સ્થાને: અમેરિકા ૨૭.૯૭ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે ટોચ પર ,બીજા ક્રમે ચીન

નવીદિલ્હી,દુનિયાભરમાં અવારનવાર શક્તિશાળી અને નબળા દેશોની વાતો થતી રહે છે. સામાન્ય રીતે, દેશોની તાકાત સૈન્ય શક્તિના સંદર્ભમાં જોવામાં આવે છે, પરંતુ વૈશ્ર્વિક ક્ષેત્રે, શક્તિનું પ્રમાણ બહત્પ-પરિમાણીય છે. આમાં, લશ્કરી શક્તિની સાથે, રાજકીય પ્રભાવ અને દેશના આથક સંસાધનો પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત આંતરરાષ્ટર્રીય જોડાણોમાં પણ તેનો પ્રભાવ જોવા મળે છે.

યુએસ ન્યૂઝે ૨૦૨૪માં વિશ્ર્વના ટોચના શક્તિશાળી દેશોની રેક્ધિંગ જાહેર કરી છે. આ રેક્ધિંગ તૈયાર કરવા માટે પાંચ પાયા નક્કી કરવામાં આવ્યા છે. આ છે – એક નેતા (વિશ્ર્વમાં નેતૃત્વ), આથક પ્રભાવ, રાજકીય પ્રભાવ, મજબૂત આંતરરાષ્ટર્રીય જોડાણ અને મજબૂત સૈન્ય યુએસ ન્યૂઝનું આ રેક્ધિંગ મોડલ બીએવી ગ્રુપ દ્રારા તૈયાર કરવામાં આવ્યું છે, જે વૈશ્ર્વિક માર્કેટિંગ કોમ્યુનિકેશન કંપની ડબલ્યુપીપીએકમ છે. ઉપરાંત, યુનિવસટી ઓફ પેન્સિલવેનિયાના વોર્ટન સ્કૂલના પ્રોફેસર ડેવિડ રીબસ્ટીનની આગેવાની હેઠળના સંશોધકોએ યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટના સહયોગથી તેને તૈયાર કયુ છે. રેક્ધિંગમાં માર્ચ મહિના માટે જીડીપીના આધારે અર્થતત્રં અને વસ્તીનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ યાદીમાં અમેરિકા ૨૭.૯૭ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે ટોચ પર છે. અમેરિકાની વસ્તી ૩૩૯.૯ મિલિયન છે.

બીજા ક્રમે ચીન છે જેની અર્થવ્યવસ્થા . ૧૮.૫૬ ટ્રિલિયન છે. ચીનની વસ્તી ૧.૪૨ અબજ છે. રશિયા ૧.૯૦ ટ્રિલિયન ડોલરનાઅર્થતત્રં અને ૧૪૪ મિલિયન વસ્તી સાથે ત્રીજા ક્રમે, જર્મની ૪.૭૦ ટ્રિલિયન ડોલરના અર્થતત્રં અને ૮૩.૨ મિલિયન વસ્તી સાથે ચોથા ક્રમે અને બ્રિટન ૩.૫૯ ટ્રિલિયન ડોલરનાઅર્થતત્રં અને ૬૭.૭ મિલિયન વસ્તી સાથે પાંચમા ક્રમે છે.

ભારતની અર્થવ્યવસ્થા ૩.૩૯ ટ્રિલિયન ડોલરની છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશની વસ્તીનું કદ તેના પાવર રેક્ધિંગને અસર કરી શકે છે. મોટી વસ્તીનો અર્થ મોટા કર્મચારીઓ હોઈ શકે છે, જે આથક વૃદ્ધિને આગળ ધપાવશે. જો કે, માત્ર કદ જ નહીં પરંતુ માનવ મૂડી, શિક્ષણ અને વસ્તીની કુશળતા પણ દેશની શક્તિમાં ફાળો આપે છે.

ચીન વિશ્ર્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, પરંતુ આગામી ૧૧ વર્ષમાં તે અમેરિકાને પછાડીને પ્રથમ અર્થતત્રં બની જશે. એક થિંક ટેક્ધે એક રિપોર્ટ જાહેર કર્યેા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ચીનનો વિકાસ વિશ્ર્વના અર્થતંત્રને આગળ લઈ જશે અને તે વર્ષ ૨૦૩૫ સુધીમાં વિશ્ર્વની ટોચની અર્થવ્યવસ્થા બની જશે.

નિષ્ણાતો માને છે કે ચીન અમેરિકા કરતાં વધુ રોકાણ કરી રહ્યું છે અને જો તે તેના જીડીપીના ૪૦ ટકાનું રોકાણ કરે તો તેની જીડીપી ૫ ટકા વધી જશે. આનો અર્થ એ થયો કે ચીનનો આથક વિકાસ દર અમેરિકા અને યુરોપિયન યુનિયન કરતા વધુ વધશે. ચીન છેલ્લા ૪૦ વર્ષથી વૈશ્ર્વિક આથક વૃદ્ધિનો મુખ્ય ઘટક રહ્યો છે અને આગળ પણ રહેશે

આ યાદીમાં દક્ષિણ કોરિયા છઠ્ઠા નંબર પર છે. દક્ષિણ કોરિયાની અર્થવ્યવસ્થા ૧.૭૮ ટ્રિલિયન અને વસ્તી ૫૧.૭ મિલિયન છે. ફ્રાન્સ . ૩.૧૮ ટ્રિલિયનની અર્થવ્યવસ્થા અને ૬૪.૭ મિલિયનની વસ્તી સાથે સાતમા સ્થાને છે, જાપાન . ૪.૨૯ ટ્રિલિયનની અર્થવ્યવસ્થા અને ૧૨૩.૨ મિલિયનની વસ્તી સાથે આઠમા સ્થાને છે, સાઉદી અરેબિયા . ૧.૧૧ ટ્રિલિયનની અર્થવ્યવસ્થા સાથે અને નવમા ક્રમે છે. ૩૬.૯ મિલિયનની વસ્તી અને યુએઈ દસમા ક્રમે છે. યુએઈનું અર્થતત્રં ૫૩૬.૮૩ બિલિયનનું છે અને દેશની વસ્તી ૯.૫૧ મિલિયન છે. ભારત ટોપ-૧૦માં સ્થાન બનાવવામાં સફળ રહ્યું નથી પરંતુ ભારત ચોક્કસપણે ૧૨માં નંબર પર છે. આ યાદીમાં ઈઝરાયેલ ૧૧મા નંબર પર છે. આ પછી ભારત નંબર ૧૨ પર છે.