દુનિયા પાસે બધું છે, પરંતુ સંતોષ ભારતમાં જ છે, મોહન ભાગવત

નવીદિલ્હી, ઈઝરાયેલ-હમાસ વચ્ચે છેલ્લા ૧૦ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને તેમાં અત્યાર સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. ગાઝામાં ૨૬૭૦ લોકોના મોત થયા છે અને ૯ હજારથી વધુ લોકો ઘાયલ થયા છે, જ્યારે ઈઝરાયલમાં લગભગ ૧૪૦૦ લોકોના મોત થયા છે અને ૩ હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે દુનિયા પાસે બધું છે, પરંતુ સંતોષ ભારતમાં જ છે.

હમાસ-ઈઝરાયલ યુદ્ધને લઈને આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હજુ સમાપ્ત થયો નથી અને ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. દુનિયા પાસે બધું છે, પણ સંતોષ ભારતમાં જ છે. તેમણે વધુમાં કહ્યું કે જો આપણે દુનિયામાં નિર્બળથી નબળાઓને બચાવવા માગતા હોય તો આપણે આપણા હાથમાં હથિયાર ધારણ કરવા પડશે.

આરએસએસના વડા મોહન ભાગવતે રવિવારે જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સ્વયંસેવકોને સંબોધિત કરતા એક્તાનો સંદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે બધા મળીને ભારતને મોટું કરશે, તો જ ભારત વિશ્ર્વને શાંતિનો માર્ગ બતાવશે. તેમણે વધુમાં કહ્યું કે જેની પાસે દરેક માટે જગ્યા છે, જે દરેકની પૂજા પદ્ધતિઓનો સ્વીકાર કરે છે તે હિન્દુ છે. દુનિયા નબળાનું સન્માન કરતી નથી, તેથી આપણે મજબૂત બનવું પડશે તો જ ભારત વિશ્ર્વના દેશોને સુખ અને શાંતિનો માર્ગ બતાવશે.

સનાતન ધર્મને ભારતીય સંસ્કૃતિનો સાર ગણાવતા મોહન ભાગવતે કહ્યું કે તાજેતરની G20 સમિટમાં ‘વસુધૈવ કુટુંબકમ’ની દર્શન આર્થિક વિચારો પર પ્રભુત્વ ધરાવે છે. આપને જણાવી દઈએ કે અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન અને ફ્રાન્સ જેવા દેશોના પ્રભાવશાળી સમૂહની સમિટ ૯ અને ૧૦ સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં ભારતની અધ્યક્ષતા માં આયોજિત કરવામાં આવી હતી, જેની થીમ હતી ‘વસુધૈવ કુટુંબકમ  એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય’ હતું.

સંઘના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે ભારતમાં જી ૨૦ પહેલના આયોજન દ્વારા આર્થિક વિચારો પર માનવતાવાદી વિચારોનો વિજય થવો જોઈએ. જી ૨૦ આર્થિક અને રાજદ્વારી પાસાઓ પર યાન કેન્દ્રિત કરે છે અને આ પાસાઓ પર ચર્ચા કરવામાં આવે છે. તેણે કહ્યું, ‘ભારત યજમાન બન્યું અને પરિણામ શું આવ્યું? આર્થિક વિચારધારામાં માનનારાઓએ ‘વસુધૈવ કુટુંબકમ’ના માનવતાવાદી વિચારોને સ્વીકાર્યા.