દુનિયાનો પ્રથમ દેશ:ફિનલેન્ડ: એક લાખ વર્ષ સુધી પરમાણુ ઈંધણને જમીનમાં દાટી દેશે

હેલસિંકી, ફિનલેન્ડ તેના પરમાણુ ઈંધણના કચરાને દફનાવનારો દુનિયાનો પ્રથમ દેશ બનવા જઈ રહ્યો છે. તે એક લાખ વર્ષ સુધી આ પરમાણુ ઈંધણને જમીનમાં ઊંડે સુધી દાટી દેશે. આ કચરાને લાંબા સમય સુધી માણસો અને પર્યાવરણથી દૂર રાખવો જરૂરી છે કારણ કે તે ક્યાં સુધી રેડિયોએક્ટિવ રહેશે, તે કહેવું મુશ્કેલ છે. હવે અહીં દુનિયાની પહેલી જિયોલોજિકલ ડિસ્પોઝલ ફેસિલિટી તૈયાર થવાની છે. બે વર્ષમાં તે શરૂ થઈ જશે.

ફિનલેન્ડની ભાષામાં ગુફા કે ખાડાને ‘ઓક્ધાલા’ કહેવામાં આવે છે. તેનો અર્થ બહુ મોટો અને ઊંડો. તે ખબર નથી હોતી કે આ ક્યાં સમાપ્ત થાય છે કે ક્યાંક આનો અંત થાય છે કે નહીં. છેલ્લાં ૨૦ વર્ષ દરમિયાન આ સ્થાનને બનાવવામાં આવ્યું છે. આ ઓકિલુઓતો દ્વીપના ખડકોમાં ૪૫૦ મીટર ઊંડે છે. ખર્ચાયેલા પરમાણુ ઈંધણ માટે આ દુનિયાની પહેલી સ્થાઈ સ્ટોરેજ સાઇટ છે. તેની કિંમત આશરે ૮૩ અબજ રૂપિયા (૧.૦૭ અબજ ડોલર) છે.

સાઈટને જોયા બાદ આંતરરાષ્ટ્રીય પરમાણુ નિરીક્ષણ એજન્સીના ડાયરેક્ટર જનરલ રાફેલ મેરિયાનો ગ્રોસી કહે છે કે હાઈ રેડિયેશન ન્યુક્લિયર વેસ્ટને જમીનમાં દફનાવવાનો આઈડિયા બધાને ખબર હતો, પરંતુ ફિનલેન્ડે તે કરી બતાવ્યું છે. આપણી જવાબદારી છે.