નવીદિલ્હી,
દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને બહુમતિ મળી છે આજે એમસીડીની ચુંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતાં જેમાં આમ આદમી પાર્ટીને ૧૩૪ બેઠકો મળી છે અને આમ આદમી પાર્ટીએ ભાજપને પરાજય આપ્યો છે અને ૧૫ વર્ષથી શાસન કરી રહેલ ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી છે આમ આદમી પાર્ટીની જીત બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઉજવણી કરી હતી જયારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોમાં નિરાશા છવાઇ ગઇ હતી
ચુંટણી પરિણામ જાહેર થયા બાદ આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાનુ નિવેદન સામે આવ્યુ છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યુ, ’ભાજપે દિલ્લીને કચરાથી ઢાંકી દીધી હતી, તેને સાફ કરવામાં આવશે અને એમસીડીમાં અરવિંદ કેજરીવાલની સરકાર આવી છે આથી શહેર હવે સ્વચ્છ કરવામાં આવશે.
રાઘવ ચઢ્ઢાએ જણાવ્યુ કે દિલ્લી એમસીડીના મેયર આમ આદમી પાર્ટીના બનશે દિલ્લીના લોકોએ આપને એમસીડીમાં લાવવાનો નિર્ણય પહેલા જ કરી લીધો હતો પરંતુ ચુંટણી પંચના કારણે ચુંટણીઓ પહેલા યોજવામાં આવી ન હતી ચુંટણી પંચે ભાજપના દબાણમાં કામ કર્યું હતું. ભાજપ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો જેમાં દિલ્હી એમસીડીમાંથી ભાજપનો પરાજય થઇ રહ્યો છે આથી ચુંટણી મોડી યોજવામાં આવી છે. તેમણે કહ્યું હતું પાર્ટી હવે દિલ્લી સ્વચ્છ અને સુંદર બને તેવી કામ કરવામાં આવશે અરવિંદ કેજરીવાલ દિલ્લીની જનતાએેે આપેલી જવાબદારી નિભાવશે હવે મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી અમારી પાસે આવી છે દિલ્હી સરકારમાંથી જે ભ્રષ્ટ્રાચાર દુર થયો છે તેમ એમસીડીમાંથી પણ ભ્રષ્ટ્રાચાર દુર કરવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યુ કે ભાજપે દિલ્લીને કચરાથી ઢાંકી દીધી છે, તેને સાફ કરવામાં આવશે. મહાનગરપાલિકાની પ્રથમ અને બંધારણીય જવાબદારી સ્વચ્છતાની છે. એટલુ જ નહિ ચઢ્ઢાએ કહ્યુ કે દુનિયાની સૌથી નાની પાર્ટીએ દિલ્લીની ચૂંટણીમાં દુનિયાની સૌથી મોટી પાર્ટીને હાર આપી છે. આમ આદમી પાર્ટીના મેયર બનવાના છે. દિલ્લીની જનતાએ આમ આદમી પાર્ટીને પોતાનો પ્રેમ આપ્યો છે.