- દેશો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે અને ચીને આ તમામ દેશોને તેમની મુશ્કેલીઓ દૂર કરવા માટે લોન આપી છે.
બીજીંગ,૨૦૨૧માં ચીન અને આઇએમએફ બંનેએ મુશ્કેલીમાં ફસાયેલા દેશોને લોન આપી હતી.આઇએમએફ દ્વારા આપવામાં આવેલી લોન ચીન કરતાં માત્ર ૨૮ અબજ ડોલર વધુ હતી. ઘણા નિષ્ણાતો માને છે કે જો આ રફતાર ચાલુ રહેશે તો ચીન થોડા દિવસોમાં IMF કરતાં વધુ દેવાળિયું બની જશે. પણ આ સ્થિતિની બીજી બાજુ પણ છે. બીજા દેશોને લોન આપી રહેલા ચીનમાં પ્રોવિંશિયલ ગવર્નમેન્ટસ એટલે કે રાજ્ય સરકારો પણ પોતે દેવાંમાં ડૂબેલી છે.
તાજેતરનાં વર્ષોમાં ચીને વિશ્ર્વમાં લગભગ ૨૪૦ અબજ ડોલર એટલે કે ૧૯.૭૫ લાખ કરોડ રૂપિયાની લોન વહેંચી છે. જ્યારે ચીનના પોતાના ડેટા અનુસાર, ૨૦૨૨ ના અંત સુધીમાં ચીનના ૩૧ રાજ્યની સરકારો પર કુલ ૫.૧ ટ્રિલિયન ડોલર એટલે લગભગ ૪૨૦ લાખ કરોડ રૂપિયાનું દેવું હતું. અને હવે ત્રણ જ મહિનામાં આ દેવું વધી ગયું છે આઇએમએફના આંકડા અનુસાર ચીનની રાજ્ય સરકારો પર ૯.૫ ટ્રિલિયન ડોલર એટલે કે લગભગ ૭૮૨ લાખ કરોડ રૂપિયાનું દેવું છે. પરિણામ એ છે કે માત્ર મુખ્ય શહેરો જ નહીં પરંતુ ચીનના દરેક રાજ્યના ટાયર-૨ અને ટાયર-૩ શહેરો મેગા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ જેમ કે હાઈસ્પીડ રેલ, હાઈવે અને હાઉસિંગ પ્રોજેક્ટ્સ પર ઝડપથી ખર્ચ વધારી રહ્યા છે. હાલત એ છે કે ઘણા શહેરોમાં ઈન્ડસ્ટ્રીયલ પાર્ક અને વિશાળ હાઉસિંગ સોસાયટીઓ તૈયાર છે અને ખાલી પડી છે. પરંતુ કોઈપણ વિરોધ વિના સામ્યવાદી પક્ષના એજન્ડાને અમલમાં મૂક્તી રાજ્ય સરકારો આ મંદી છતાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણ ઓછું કરી રહી નથી. આ માટે ચીનની સરકારી બેંકો રાજ્ય સરકારોને લોન આપી રહી છે.
દેવાના બોજ હેઠળ દબાયેલી રાજ્ય સરકારો ખર્ચનું સંચાલન કરવા માટે નાગરિકો માટે આવશ્યક પરિવહન આરોગ્ય કવચ અને રોજગાર ગેરંટી જેવી સેવાઓ પર ખર્ચમાં ઘટાડો કરી રહી છે. આર્થિક ઉત્પાદનની દ્રષ્ટિએ ચીનના સૌથી મોટા રાજ્ય ગુઆંગડોંગે જાહેરાત કરી છે કે તે ૨૦૨૩ સુધીમાં ૧,૫૩૦ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર ૧.૨ ટ્રિલિયન ડોલર એટલે લગભગ રૂ. ૯૯ લાખ કરોડ ખર્ચ કરશે. ગુઆંગડોંગ તેના ઘણા મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે પ્રખ્યાત છે. હોંગકોંગ અને મકાઉ સાથે જોડાયેલ તેના ગ્રેટર બે એરિયામાં વિશ્ર્વનો સૌથી લાંબો દરિયાઈ પુલ પણ આવો જ એક પ્રોજેક્ટ છે.ગુઆંગડોંગ તેના ઘણા મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે પ્રખ્યાત છે. હોંગકોંગ અને મકાઉ સાથે જોડાયેલ તેના ગ્રેટર બે એરિયામાં વિશ્ર્વનો સૌથી લાંબો દરિયાઈ પુલ પણ આવો જ એક પ્રોજેક્ટ છે.
હેનાન પ્રાંતે જાહેરાત કરી છે કે તે ૨૫૦૦ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર ૨૬૧ બિલિયન ડોલર એટલે કે લગભગ ૨૨ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે. હેનાન પ્રાંતના શાંગક્યૂની સ્થિતિ એવી છે કે શહેરી એડમિનિસ્ટ્રેશને લીધેલી લોનનું વ્યાજ ચુકવે તો પોતાની રેવન્યૂના લગભગ એક તૃતિયાંશ એટલે કે ૧ બિલિયન ડોલર ખર્ચી નાખ્યા છે.