નવીદિલ્હી,
હાલમાં તો આપ જાણતા જ હશો કે, ભારતમાં ઉત્પન્ન થઈ રહેલા બાસમતી ચોખાની ખુશ્બૂ દુનિયામાં ફેલાઈ રહી છે. પણ એવું નથી. દુનિયામાં એક સૌથી રણપ્રદેશમાં એક ખાસ પ્રકારના ચોખા ઉગે છે, જે દુનિયામાં સૌથી મોંઘા છે. તેને દુનિયાના અમીર ખૂબ જ શાનથી ખાય છે. તેમાં તમામ ગુણકારી તત્વ છે, જેને આ દુનિયામાં સૌથી ખાસ ચોખા બનાવે છે. તેના ઉત્પાદન માટે આ દેશ અનુકૂળ નથી. આપ એક મીનિટ માટે કંન્ફ્યૂઝ થઈ રહ્યા હશો કે, આખરે આ ચોખા ક્યાં ઉગે છે. તેનું અનુમાન લગાવવું સરળ નથી, કારણ કે કોઈ કલ્પના પણ નથી કરી શક્તું કે, રણપ્રદેશની માટીમાં ભીષણ ગરમીની વચ્ચે તેનો પાક તૈયાર થાય છે. આ ખાસ પ્રકારના ચોખાનું નામ હસાવી રાઈસ છે. તેનું ઉત્પાદન ૪૮ ડિગ્રી સેલ્સિયસ સુધીની ગરમીમાં થાય. તેની સાથે આ ઝડ પાક આખા સમય દરમિયાન પાણીમાં ડૂબી રહેવા જોઈએ. હવે આપને જણાવીએ કે, ચોખાની આ ખાસ જાતની ખેતી થાય છે. હકીક્તમાં તેનું ઉત્પાદન સઉદી અરબમાં થાય છે. અરબના અમીર શેખ લોકો તેને ભોજનમાં ખૂબ પસંદ કરે છે. તેનાથી સઉદી અરબના એક ખાસ ભાગમાં ઉગાડવામાં આવે છે. તેના માટે સિંચાઈની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેના પાકનું ઉત્પાદન અઠવાડીયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ પાણી અને ૪૮ ડિગ્રી સેલ્સિયસ સુધીની ગરમી હોવી જોઈએ. આ પાકને ઉગાડવા માટે વધારે મહેનત અને દેખરેખની જરુર હોય છે. તેનો પાક તૈયાર કરવાની રીત આમ તો ભારતના ધાન્ય જેવી જ હોય છે. પહેલા આ ચોખાના બિયારણના રોપ તૈયાર કરવામાં આવે છે. બાદમાં તેને પાણીવાળા ખેતરમાં ઉગા઼ડવામાં આવે છે. આપ વિચારતા હશો કે, સઉદી અરબનો સમગ્ર વિસ્તાર તો રણપ્રદેશ છે. ત્યાં પાણીનો અકાળ છે, ત્યારે ત્યાં આ ચોખાની ખેતી કેવી રીતે થાય. તેની રોપણી ભીષણ ગરમીના સમયે થાય છે અને નવેમ્બર-ડિસેમ્બરમાં તેનો પાક કાપવામાં આવે છે. આ ચોખાનો રંગ લાલ હોય છે અને તેને રેડ રાઈસ પણ કહેવાય છે. આ દુનિયાના એક સ્વાદિષ્ટ ચોખા છે. તેને અરબના લોકો બિરયાની બનાવવામાં ઉપયોગ કરે છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ઉચ્ચ ગુણવત્તાવાળઆ હસાવી ચોખાના ભાવ ૫૦ સઉદી રિયાલ પ્રતિ કિલો છે. તેને ભારતીય રૂપિયામાં જોવા આવે તો, તે ૧૦૦૦થી ૧૧૦૦ રૂપિયા કિલો ભાવ પડે છે. આમ તો સરેરાસ હસાવી ચોખા ૩૦થી ૪૦ રિયાલ કિલો વેચાય છે. એટલે કે, ૬૦૦થી ૮૦૦ રૂપિયા કિલો. કુલ મળીને આ ચોખા એક કિલોના ભાવમાં સરેરાશ ભારતીય એક મહિનાનું રાશન આવી શકે છે. ભારતમાં સારી ગુણવત્તાવાળા બાસમતી ચોખાનો ભાવ લગભગ ૧૫૦ રૂપિયા કિલોની આજૂબાજૂમાં છે. આમ તો બાસમતીની કેટલીય વેરાયટી છે અને તે ૬૦-૭૦ રૂપિયા કિલોથી શરુ થાય છે. વેબસાઈટ રિસર્ચગેટ ડોટ નેટ અનુસાર, હસાવી ચોથા ઈંડિકા વેરાયટીના એક લાલ બ્રાઉન રાઈસ છે. પરંપરાગત રૂપથી તેને સઉદી અરબના પૂર્વી પ્રાંત અલ અહસા ઓએસિસના લોકો ખાય છે. વેબસાઈટે આ ચોખાના ગુણકારી ત્તત્વોની તુલના બાસમતી ચોખાથી થાય છે. તેમાં દાવો કર્યો છે કે, આ ચોખામાં બાસમતી રાઈસની તુલનામાં વધારે માત્રામાં ફેનોલિક અને લેવોનાઈટ કંટેંટ છે. તેની સાથે તેમાં બાસમતીની તુલનામાં વધારે એન્ટીઓક્સિડેંટ એક્ટિવિટી પણ છે. તેમાં પાણીમાં ભળી જતાં વિટામિન અને ઝિંકની માત્રા પણ બાસમતીની તુલનામાં વધારે છે. ત્યારે આવા સમયે કહેવાય છે કે, માણસના ભોજનમાં જો તેને સામેલ કરવામાં આવે તો, તે ખૂબ જ ફાયદાકારક રહેશે. તેનાથી માણસને પ્રચૂર માત્રામાં પોષક તત્વ મળવાની સાથે સારી માત્રામાં ફાઈબરની પ્રાપ્તિ થશે. તેનાથી કુલ મળીને આપની ફિટનેસ બની રહેશે. તેના સેવનથી આપ લાંબી ઉંમરમાં પણ ઊર્જાવાન અનુભવ કરશે.