મોટા માથાઓને સંડોવતું દુનિયાનું એક મોટું સેક્સ રેકેટ સામે આવ્યું છે. અમેરિકામાં કુખ્યાત સેક્સ ગુનેગાર જેફરી એપસ્ટેઈન સાથે સંબંધિત ડોક્યુમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે અને લિસ્ટમાં મોટા મોટા માથાંઓના નામ સામે આવ્યાં છે. આ તમામ મોટા માથાઓએ અનેક વાર છોકરીઓનું યૌન શૌષણ કર્યું હતું જેનો ખુલાસો હવે થયો છે.
હાઈ પ્રોફાઈલ નામમાં પ્રિન્સ એન્ડ્ર્યુ, અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન, માઇકલ જેક્સન અને ડેવિડ કોપરફિલ્ડ સામેલ છે. આ દસ્તાવેજો એક કેસની સુનાવણીના સંદર્ભમાં રજૂ કરવામાં આવ્યા છે. જેફરી એપસ્ટેઈનની આરોપી વર્જિનિયાની ઘિસલેન મેક્સવેલ નામની છોકરી સામે કોર્ટમાં ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યાં છે. ઘિસલેન મેક્સવેલ જેફરી એપસ્ટેઈનને છોકરીઓ સપ્લાય કરતી હતી. આ દસ્તાવેજોમાં કુલ 90 લોકોના નામ છે. તે ઉપરાંત આ દસ્તાવેજોમાં નાઓમી કેમ્પબેલ, લિયોનાર્ડો ડિકેપ્રિયો, બ્રેડલી એડવર્ડ્સ, લુઇસ ફ્રીહ, સ્ટીફન હોકિંગ, જ્યોર્જ લુકાસ, જેસન રિચાર્ડ્સ, કેવિન સ્પેસી, બ્રુસ વિલિસ અને ડેનિયલ વિલ્સન જેવા નામ પણ સામેલ છે. આ લોકો જેફરી એપસ્ટીનની નજીક હોવાનું કહેવાય છે.
આ કેસની સુનાવણી દરમિયાન મેક્સવેલે કહ્યું હતું કે પ્રિન્સ એન્ડ્ર્યુ અમેરિકાના વર્જિન આઇલેન્ડના એપસ્ટેઇન આઇલેન્ડ પર પહોંચ્યા હતા.
દસ્તાવેજોમાં જાતીય શોષણ કરવામાં આવેલા પીડિતોના નિવેદનો પણ શામેલ છે. એક પીડિતાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એપસ્ટેઇને તેને કહ્યું હતું કે બિલ ક્લિન્ટનને જવાન છોકરીઓ પસંદ છે. પીડિતાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે એપસ્ટેઇનના પામ બીચ મેનસન ખાતે માઇકલ જેક્સન અને પ્રખ્યાત જાદુગર ડેવિડ કોપરફિલ્ડને મળી હતી. જોકે 2019માં, ક્લિન્ટને એપસ્ટેઇન સાથે અફેર હોવાના આક્ષેપોને નકારી કાઢ્યા હતા.
આ દસ્તાવેજોમાં અમેરિકાના પૂર્વ વડાપ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પના નામનો પણ ઉલ્લેખ છે. પીડિતાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, તે ટ્રમ્પને એપસ્ટેઇનના ઘરે મળી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેણે ટ્રમ્પને મસાજ કરી હતી ત્યારે તેમણે નકારમાં જવાબ આપ્યો હતો.
જેફરી એપસ્ટેઈન અમેરિકાનો યૌન ગુનેગાર છે. એપસ્ટેઇને અનેક સગીર વયની છોકરીઓનું જાતીય શોષણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. એપસ્ટીન પર આરોપ છે કે તેણે મેનહટન, પામ બીચ, ફ્લોરિડા અને સેન્ટ થોમસ નજીકના તેના ખાનગી ટાપુ પર અનેક છોકરીઓ પર રેપ કર્યો હતો. એપ્સ્ટેઇનને 2019માં જેલમાં મોકલવામાં આવ્યો હતો. એપસ્ટીને જેલમાં આત્મહત્યા કરી હતી. જે બાદ એપસ્ટીન સામેના આરોપોને પડતા મૂકવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2021માં તેના પાર્ટનર ઘિસલેન મેક્સવેલને દોષી જાહેર કરાઈ હતી. મેક્સવેલને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.