ડુંગરી પ્રાથમિક શાળાએ પર્યાવરણ અંતર્ગતવન કવચ નિર્માણની મુલાકાત લીધી

તા.02/07/2024 ઝાલોદ તાલુકાની ડુંગરી પ્રાથમિક શાળા એ ડુંગરી ગામે આવેલ વન કવચ નિર્માણ અંતર્ગત મિયાંવાકી પ્રોજેક્ટની મુલાકાત લીધી. ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓએ 122 જાતના વૃક્ષોની સમજ મેળવી. ર્માં કે નામ એક-એક વૃક્ષ દરેક વિદ્યાર્થીઓએ રોપી આનંદીત થયા. સાથે સામાજીક વર્ગીકરણ વિભાગના આર.એફ.ઓ. જે.પી. રાઠવા વન રક્ષક કે.એમ.ભેદી, મુકેશ મકવાણાએ વિદ્યાર્થીઓને પર્યાવરણ અંતર્ગત વૃક્ષોનું મહત્વની સમજ આપી. આ મુલાકાતમાં શાળાના સ્ટાફ માંથી ચેતનાબેન ડામોર મયુરભાઈ ચૌહાણ આચાર્ય ભારતીબેન.એસ. પરમાર જોડાયા હતા.