ડુંગરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી

દાહોદ,

તા. 24/02/2023 ના રોજ ડુંગરી પ્રાથમિક શાળા તા. ઝાલોદ, જીલ્લો. દાહોદના વિદ્યાર્થીઓએ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી. જે અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ જોડાયા હતા. ડો. વિવેક દરજી દ્વારા વિવિધ દવાઓની સમજ અને દવાખાનાની સુવિધાઓની માહિતી વિદ્યાર્થીઓને આપી હતી. તેમજ દવાખાનાના તમામ કર્મચારીઓએ વિદ્યાર્થીઓને મદદરૂપ થાય તેવું માર્ગદર્શન આપવામાં આવેલ. આ મુલાકાતમાં શાળાના આચાર્ય ભારતીબેન એસ.પરમાર તેમજ શાળાના શિક્ષકો માંથી ચેતનાબેન ડામોર, રેખાબેન બારીયા, અર્ચનાબેન પટેલ જોડાયા હતા.