ઝાલોદ, ઝાલોદ તાલુકાની ડુંગરી પ્રાથમિક શાળામાં બાળમેળો અને લાઈફ સ્કીલ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમમાં શાળા વ્યવસ્થાપન સમિતિ ના સભ્યો હાજર રહ્યા હતા. શાળામાં અવનવી પ્રવૃતિઓ યોજાઈ ધોરણ 1 થી 5 માં માટી કામ, લીંબુ ચમચી, કોથળા દોડ, લોટ ફુકણી, ચિટક કામ, ચિત્રકામ વગેરે પ્રવૃત્તિઓ થઈ. આ બાળમેળામાં શાળાના તમામ શિક્ષકો જોડાયા હતા. શાળાના શિક્ષકો સંગીત ખુરશીમાં ભાગ લઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહને વધાર્યો હતો. સંગીત ખુરશીમાં શાળાના આસિસ્ટન્ટ શિક્ષક સોલંકી ગીતાબેન વિજય થયા હતા. શાળાના ધોરણ છ થી આઠ માં બાળમેળો અને લાઈફ સ્કી (જીવન કૌશલ્ય) પ્રવૃત્તિઓ યોજાઈ જેમાં ટાયરનું પંચર બનાવવું, ફ્યુઝનું જોડાણ, ગેસ અને સગડીનું જોડાણ, પાનમાંથી વિવિધ આકૃતિઓને આકાર આપવો, કેશ ગુથણ, ઉનનાદોરામાંથી તોરણ બનાવવું. વેસ્ટ માંથી બેસ્ટ બનાવવું, વગેરે પ્રવૃત્તિઓમાં શાળાના બાળકો અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.