ડુંગરી હાઇવે પર જતી અટકા કારમાં અચાનક આગ ભભૂકી, ફાયર વિભાગ પહોંચે તે પહેલાં જ યુવક ભડથું થઇ ગયો

વલસાડ,વલસાડ ડુંગરી હાઇવે ઉપર આવેલા સોનવાડા ખાતે આવેલા કબીર પંથ મંદિર પાસે બજરંગ હોટલ સામે સુરતથી મુંબઈ તરફ જતા ટ્રેકના સવસ રોડ ઉપર એક રનિંગ અટકા કાર (નં. ય્ત્ન-૧૫-ઝ્રય્-૬૭૧૦)અચાનક સળગી ઉઠી હતી. રાહદારીઓને તાત્કાલિક કારને અટકાવી કારમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ બુઝાવવામાં સફળતા મળી નહોતી.

એક રાહદારીએ વલસાડ પોલીસ કંટ્રોલરૂમ ઉપર ફોન કરીને ફાયરની ઘટનાની જાણ કરી ફાયર ફાઈટરની ટીમની મદદ માંગી હતી. વલસાડ કંટ્રોલરૂમની ટીમે તત્કાલિમ વલસાડ ફાયર અને ડુંગરી પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. ફાયર વિભાગે ૨ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે, આગની ઘટનામાં કારમાં એકનું મોત થયું હતું. ડુંગરી પોલીસે લાશનો કબ્જો લઈને મૃતકના પરિવાર જનો અને કાર માલિકની શોધખોળ હાથ ધરી છે. કારમાં આગની ઘટનાને લઇ હાઇવે પર ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા હતા. જ્યારે આગ કયા કારણોસર લાગી તે હજી અકબંધ છે.

કારમાં આગ લાગવાથી જીવતા ભુંજાયેલા યુવકની આ પહેલીં ઘટના નથી. ત્રણેક મહિના અગાઉ મહુવામાં કાર ટ્રક સાથે અથડાયા બાદ અચાનક સળગી હતી. જેમાં ચાલકે અનેક પ્રયાસો બાદ પણ દરવાજો ન ખૂલતાં અંતે ચાલકનું કંકાલ જ મળ્યું હતું. તો વડોદરામાંથી પણ થોડા મહિના અગાઉ આવી જ ઘટના સામે આવી હતી.