
સેક્સવર્ધક ગોળીઓ કે વાયગ્રા ખાવી ખતરાથી ખાલી નથી. ઘણા લોકો ગોળીઓ ખાઈને સેક્સ માણતા હોય છે પરંતુ આવી સ્થિતિમાં તેમને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. સેક્સવર્ધક ગોળીઓ હેલ્થ માટે જરા પણ સારી નથી. સેક્સવર્ધક ગોળીઓથી મોતનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
અહીં એક યુવકના લગ્ન હતા. લગ્ન બાદ દુલ્હન સાસરે આવી હતી. વરરાજા હનીમૂનની તૈયારી કરવા લાગ્યા. હનીમૂન પર વરરાજાએ સેક્સ વધારવાની ગોળીઓનું સેવન કર્યું હતું.
સેક્સ વધારતી ગોળીઓ ખાઈને દુલ્હાએ સંબંધ બનાવ્યાં હતા. વાસનાના ચક્કરમાં દુલ્હનને ખૂબ ખરાબ રીતે બીમાર કરી મૂકી હતી. બીજા દિવસે તેની તબીયત લથડી હતી. કન્યાને ઉલટી થવા લાગી. કન્યાએ તેના મામાની તબિયત લથડતી હોવાની જાણ કરી હતી. 7 ફેબ્રુઆરીએ પીડિતાને કાનપુર સારવાર માટે દાખલ કરવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન 10 ફેબ્રુઆરીએ તેનું મોત થયું હતું. પોસ્ટમોર્ટમ બાદ સોમવારે જ્યારે લાશ ઘરે પહોંચી તો અફરાતફરી મચી ગઇ હતી. ભાઈએ સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવવાનું જણાવ્યું છે.
દુલ્હનની ભાભીએ જણાવ્યું હતું કે તેની નણંદે તબિયત લથડવાની માહિતી ફોન પર આપી દીધી હતી. વરરાજાએ સેક્સ વધારવાની ગોળીઓ ખાઈને દુલ્હન સાથે સેક્સ માણ્યું હતું, જેના કારણે તેની હાલત બગડી હતી. ત્યારબાદ યુવતીને ગાયનેકોલોજિસ્ટને બતાવવામાં આવી હતી. ચેકઅપ બાદ ગાયનેકોલોજિસ્ટે જણાવ્યું હતું કે, યુવતી સાથે જાણે ગેંગરેપ થયો હોય તેમ તેના પર જાતીય સંબંધ બાંધવામાં આવ્યા હતા. દુલ્હનના પ્રાઈવેટ પાર્ટમાં પણ ઈજા થઈ હતી જેને કારણે ચેપ ફેલાયો હતો આ પછી 10 ફેબ્રુઆરીએ બપોરે 3.30 વાગ્યે કાનપુરમાં યુવતીનું મોત થયું હતું, જેનું પોસ્ટમોર્ટમ ત્યાં જ કરવામાં આવ્યું હતું અને સોમવારે જ્યારે લાશ ઘરે પહોંચી ત્યારે અફરાતફરી મચી ગઈ હતી.
સેક્સવર્ધક ગોળીઓ ખાવાથી સેક્સનો અતિશય પાવર ચઢે છે. આ કિસ્સામાં દુલ્હાએ ઘણી ગોળીઓ ખાધી હોવાનું જણાવાય છે અને તેને કારણે તેણે જાત પરનો કન્ટ્રોલ ગુમાવ્યો હતો અને તેના યૌન એટેકથી દુલ્હન બીમાર પડી હતી અને તેનું મોત થયું હતું. લગ્નની પહેલી રાત દુલ્હન માટે અંતિમ રાત બની હતી.