દુધાપુરા પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશકુમાર પટેલને ડો. રાધાકૃષ્ણન્ રાષ્ટ્રીય શિક્ષક સેવા રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા

ધોધંબા, ઘોઘંબા તાલુકાની દુધાપુરા પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશકુમાર એમ.પટેલ રાધાકૃષ્ણ રાષ્ટ્રીય શિક્ષક સેવા રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. તેમની સમાજ સેવા, બાળકોની સેવા, શિક્ષણના નવતર પ્રયોગો અને શિક્ષણમાં ગુણવત્તા સુધારા સાથે ઉત્તમ કાર્ય કરવા બદલ ઉમિયા ધામ-ઊંઝા ખાતે ટીમ મંથન દ્વારા પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. સમગ્ર શિક્ષક સમાજ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે.