ભારતના અર્થતંત્રને તોડી પાડવા ચાઈનીઝ ગેંગનું દુબઈના ઈન્ટરનેટ સિટીમાં ભાડેના મકાનમાં ઓનલાઇન ચીટિંગનું લાખો-કરોડોનું રેકેટ ચલાવી રહી છે. છતાં ત્યાંની સરકારે હજુ સુધી આ ગેંગ સામે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. ગેંગ એટલી ચાલાક છે કે તે ગુનાની માયાજાળમાં ન ફસાય તે માટે દેશના દરેક રાજ્યોના લોકોને નોકરી પર રાખી હાથો બનાવે છે. જેથી ગુજરાતીવાળા ગુજરાતમાં, હિન્દીવાળા તેમના પ્રદેશમાં સાઈબર ફ્રોડના શિકાર લોકોને બનાવતા હતા. સુરત ક્રાઈમ બ્રાંચની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે ચાઈનીઝ ગેંગ ભારતના અર્થતંત્રને તોડી પાડવા માટે સક્રિય થયું છે. ભારતના જ નંબરનો ઉપયોગ કરી દુબઈ બેઠા બેઠા ચાઈનીઝ ગેંગ લોકલ ભારતીયોને હાયર કર્યા બાદ જે તે રાજ્યોના લોકોને સાઈબર ફ્રોડનો શિકાર બનાવતા હતા. આ પછી નાણાં ભારતીય બેંકોમાં જ જમા હતા જે દુબઈમાં ઉપાડી લેવાતા હતા. ચાઈનીઝ ગેંગ સાથે જોડાયેલા સ્થાનિકો તેમના કમિશન કાપી લીધા પછી ચાઈનીઝ ગેંગને યુએસડીટીમાં ફ્રોડના નાણાં હવાલા સ્વરૂપે આપે છે. દેશમાં સૌથી મોટું સાયબર ફ્રોડનું સુરત પોલીસે પકડી પાડ્યું ત્યારે તપાસમાં મોટા વરાછામાં ભાડેની ઓફિસમાંથી 111 કરોડના ટ્રાન્જેક્શનો દુબઈથી થયેલા મળી આવ્યા હતા. જેના આધારે આ રેકેટમાં પહેલીવાર ચાઇનીઝ ગેંગનું નામ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. દુબઈમાં ઈન્ટરનેટ સીટીમાં ભાડેથી વીલા લઈ ચાઇનીઝ ગેંગ ભારતના અલગ અલગ રાજ્યોમાંથી દુબઈ ગયેલા લોકોને ઓનલાઇન ચીટીંગ માટે નોકરી પર રાખી આ વેપલો કરી રહી છે.
ગ્રાહકોને લોભામણી સ્કીમોમાં નાણાં રોકાણ કરાવવા ચાઇનીઝ ટોળકી સેવિંગ ખાતાની વિગતો મોકલતા હતા. ગ્રાહકો તે ખાતામાં રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરે પછી થોડા જ દિવસમાં ગેંગ ગ્રાહકોને રોકાણ કરેલા નાણાં કમિશન સાથે પાછા તેના ખાતામાં નાખી દેતા હતા. આથી ગ્રાહકો આવી ટોળકી પર આંધળો વિશ્વાસ કરી લાખોની રકમ રોકાણ કરતા હતા. પડાવેલી લાખોની રકમ ચાઇનીઝ ગેંગ કરન્ટ ખાતામાં મેળવી લેતી.
બેન્ક ખાતાંના પાસવર્ડ આપીને નાણાં મોકલાતા સુરતનો આરોપી મિલન દુબઈમાં બેસી ચાઇનીઝ ગેંગની ચીટીંગની બ્લેકમની વ્હાઇટ કરવાનું કામ કરી રહયો છે. ધારો કે એક કરોડની રકમ ચાઇનીઝ ગેંગ પાસે કરન્ટ ખાતામાં આવતી ત્યારે તેઓ મિલનનો સંપર્ક કરતા હતા. મિલન ગેંગને 10 બેંક ખાતાના યુઝરનેમ અને પાસવર્ડ મોકલતો. ગેંગ આ રકમ 10 ખાતામાં 10-10 લાખ ટ્રાન્સફર કરી દેતા હતા. પછી મિલન કમિશન કાઢી બાકીના રૂપિયાથી USDT ખરીદી કરી ચાઇનીઝ ગેંગને આપી દેતો હતો
છેતરપિંડી કરવા એઆઇનો ઉપયોગ પણ કરવામાં આવતો ચાઇનીઝ ગેંગ બીજાને હાથો બનાવી કરોડોની કમાણી કરે છે. ચાઇનીઝ ગેંગ પોતે કોલ કરતા નથી. બેંક ખાતા અને સીમકાર્ડ પણ ઈન્ડિયાથી મંગાવે છે.આવા બેંક ખાતા અને સિમકાર્ડનો ઉપયોગથી ચાઇનીઝ ગેંગ ડિજિટલ એરેસ્ટ, શેરબજારમાં રોકાણ, નોકરીની લાલચ, અલગ અલગ પ્રકારના ટ્રાસ્કના નામે લાખો-કરોડોની ઓનલાઇન ચીટીંગ કરે છે. આ ગેંગ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સિસ્ટમનો પણ ઉપયોગ કરતી હોવાનું સામે આવ્યું છે.
1 લાખ સુધીના પગાર અપાતો ચાઇનીઝ ગેંગ ભારતીયને કોલ સેન્ટરમાં 1 લાખના પગાર પર નોકરી પર રાખે છે. ચાઇનીઝ ગેંગ દુબઈમાં ભાડેના વીલામાં ભારતીયોને 1 લાખના પગાર પર નોકરી પર રાખી ઓનલાઇન ચીટિંગનું રેકેટ ચલાવી રહી છે. જેમાં અંગ્રેજી જાણતા હોય તેમને 2 લાખ સુધી વેતન અપાતું.