દુબઈથી ગુજરાતમાં ગોલ્ડ સ્મગલિંગના કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો

સુરત, Bદુબઈથી ગુજરાતમાં ગોલ્ડ સ્મગલિંગ મામલામા ર્જીંય્ એ બળદેવ ઉર્ફે પાર્થ શર્મા મનસુખભાઈ સખરેલીયા ની ધરપકડ કરી છે. સુરત કોર્ટમાં આરોપીને રજૂ કરતા પોલીસે ૪ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં દુબઈથી લાવવામાં આવેલ ૭.૧૫૮ કિલો સોનુ પકડવા આવ્યું હતું. તપાસ દરમિયાન આંતરાષ્ટ્રીય દાણચોરી નું આખું રેકેટ સામે આવ્યું હતું.

આ રેકેટમાં ૧ કિલો સોનાની દાણચોરીમાં ૧૦ થી ૧૨ લાખ નફો મળતો હતો. અમદાવાદ મુંબઈ અને સુરત એરપોર્ટ થઈ સોનુ લાવામાં આવતું હતું. અલગ અલગ કેરિયરની મદદથી સોનુ બઇ થી ગુજરાતમાં લાવવામાં આવતું હતું. રિમાન્ડ દરમ્યાન વધુ ખુલાસા થઇ શકે છે. સૂત્રો અનુસાર ગોલ્ડ સ્મગ્લીંગની તપાસનો રેલો મોટા જ્વેલર્સ સુધી રેલો પહોંચી શકે છે. ચાર દિવસના રિમાન્ડમાં સુરતમાં કોને-કોને સોનું આપવાનો હતો અને ક્યાં કેટલી મિલક્ત ખરીદી છે? તે પ્રશ્ર્નોનો પોલીસ જવાબ શોધી રહી છે.