સંયુક્ત આરબ અમીરાતના શાસક વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમની પુત્રી અને દુબઈની રાજકુમારીએ ઈન્સ્ટાગ્રામ પર તેના પતિને સૌથી સ્વીટ છૂટાછેડા આપ્યા છે. દુબઈના શાસકની પુત્રી શેખા મહરા બિન્ત મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમે જાહેરમાં તેના પતિ શેખ મના બિન મોહમ્મદ બિન રશીદ બિન મના અલ મક્તુમથી ઇન્સ્ટાગ્રામ પર “છૂટાછેડા” લેવાની જાહેરાત કરી છે. તેને ઈન્સ્ટાગ્રામ પર ત્રણ વાર ‘તલાકપતલાકપતલાક’ લખ્યું. પરંતુ આ પહેલા તેને લખેલા પ્રેમભર્યા શબ્દોની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.
“મારા વ્હાલા પતિ, હું તને છૂટાછેડા આપું છુંપ કાળજી રાખ. તારી ભૂતપૂર્વ પત્ની,” શેખા મહરા બિન્ત મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમે ઇસ્ટાગ્રામ પર લખ્યું. તમને જણાવી દઈએ કે સુંદર શેખા મહારાને તેના પતિ સાથે બે મહિના પહેલા જ એક બાળક થયો હતો. આવી સ્થિતિમાં અચાનક છૂટાછેડાએ દુબઈમાં હલચલ મચાવી દીધી છે. શેખા મહારાએ લખ્યું- “પ્રિય પતિ,”પ “તમે અન્ય સહયોગીઓ (મહિલાઓ) સાથે વ્યસ્ત હોવાથી, હું મારા છૂટાછેડાની જાહેરાત કરું છું. હું તને છૂટાછેડા આપું છું, હું તને છૂટાછેડા આપું છું અને હું તને છૂટાછેડા આપું છું. તમારી સંભાળ રાખો તમારી ભૂતપૂર્વ પત્ની.
આ સમાચારે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. આ જાહેરાત બાદ, કપલે એકબીજાને ઇસ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા અને તેમની પ્રોફાઇલમાંથી એકબીજાના તમામ ફોટા હટાવી દીધા. કેટલાકે અનુમાન લગાવ્યું હતું કે આ જોડીએ એકબીજાને બ્લોક કરી દીધા હતા, જ્યારે અન્યને આશ્ર્ચર્ય થયું હતું કે શું શેખા મહેરાનું એકાઉન્ટ હેક થયું હતું. એક યુઝરે રાજકુમારીની “હિંમત અને બહાદુરી” ની પ્રશંસા કરી, ઉમેર્યું, “આ જીવનનો માત્ર એક તબક્કો છે અને તે સારા અને કડવા સાથે ચાલુ રહેશે અને જીવન કોઈ માટે અટક્તું નથી.” તમને જણાવી દઈએ કે બંનેએ ગયા વર્ષે મે મહિનામાં લગ્ન કર્યા હતા અને ૧૨ મહિના પછી તેમના ઘરે એક પુત્રીનો જન્મ થયો હતો.
રાજકુમારી શેખા મહારાની આ અચાનક જાહેરાતથી લોકો પણ આશ્ર્ચર્યચક્તિ થઈ ગયા છે. તેને તેના બાળકને જન્મ આપવાના “સૌથી યાદગાર અનુભવ” વિશે વાત કરતી વખતે તેમની સંભાળ માટે ડોકટરો અને હોસ્પિટલ સ્ટાફનો આભાર પણ માન્યો. તસ્વીરોમાં તેમના પતિ શેખ માના તેમના નાના બાળકને ખોળામાં રાખેલા જોવા મળે છે. થોડા અઠવાડિયા પહેલા, રાજકુમારીએ પોતાના બાળકને ગળે લગાડતી એક રહસ્યમય પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે, “અમે બે જ લોકો.”
તમને જણાવી દઈએ કે શેખા મહારા સંયુક્ત આરબ અમીરાતના ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન અને દુબઈના શાસકની પુત્રી છે. તે યુએઈમાં મહિલા સશક્તિકરણ અને સ્થાનિક ડિઝાઇનર્સ માટે વકીલ છે. તેમની પાસે યુકેની યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ડિગ્રી છે અને મોહમ્મદ બિન રશીદ ગવર્નમેન્ટ એડમિનિસ્ટ્રેશનમાંથી કોલેજની ડિગ્રી પણ ધરાવે છે.