દે.બારીયા શહેરમાં ગ્યારમીની તકરીરના પ્રોગ્રામ સાથે આમ ન્યાઝનું આયોજન કરાશે

દે.બારીયા,
દે.બારીયા શહેરના કસ્બા, ભે દરવાજા વિસ્તારના દરગાહના પટાંગણમાંં પરંપરા અનુસાર પીરાને પીર હજરત ગોષે આઝમ શેખ અબ્દુલ કાદીર જીલાની ઉર્સના મોકા ઉપર ખત્મે કુર્આન ખ્વાજા જીકશરીફ અલમ (નિશાન શરીફ) સાથે નાતખ્યાજાના દરેક પોતપોતાની યથા શકિત અનુસાર આયોજન કરી ધન્યતા અનુભવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તા.5/11/2022ના શનિવારના રોજ રાત્રે ઈશાની નમાઝ બાદ તકદીરનો પ્રોગ્રામમાં શેહઝાદાએ હુઝુર ગાલિબે મીલ્લત હજરત અલ્લામા શમદાનીમીંયા અશરફુલ જીલાની એ ગોષે પાકની કરામતોના વિશે સમજ આપી હતી. જેમાં સતત તકદીરના પ્રોગ્રામમાં નાના મોટા મહિલા- પુરૂષો તથા યુવાનો શોખ થી હાજરી આપે છે. મુર્કરીરોમાં મુફતી સમની રઝવી સુન્ની જામા મસ્જીદના પેશ ઈલામ, જનાબ મૈાલાના ફીરોઝ કાદરી તથા મૌલાના અરમાન રઝા મુર્દરીશ ફૈજાને અશરફ પોતાની અંદાજમાં ગૌષે પાકના જીવન શૈલીના વિશે અનોખો બયાન કરી હાજરગણનો ઈમાન તથા અકી દો તરો તાઝા અને પુખ્તતા કરતા હતા.

જેમાં દરગાહ કમીટી તરફ થી આયોજનમાં કોઈ કમી રાખી ન હતી. તા.9/11/2022 બુધવારના રોજ મોહમંદ હનિફ મકરાણી (ધામાભાઈ)ના તરફથી આમ, ન્યાઝ સાંજે રાખવામાં આવશે. તેમજ તા.10/11/2022 ગુરૂવારના રોજ હાજી આશીફભાઈ મન્સુરી તરફથી આમ, ન્યાઝનું આયોજન કરવામાં આવશે. તકદીરના પહેલા નાખત્વા મુખ્તાર બેગ મીરઝા તથા વ્હાલ બાપુ પોતાના અંદાજમાં નાત પડતા હતા. સ્ટેજનો રોનકમાં વધારો કરનાર હાફીઝો કરી અલતાન શેખ અશરફી એક લોતા યુવાન આલીમ હતા. જેથી કસ્બા તથા ભે દરવાજા ગરીબ વસ્તીના એકલોતા હાફીઝો દ્વારા આલીમે દીન બનવા પામ્યા છે. તે ગર્વની બાબત છે.