મુંબઈ, ઇમરાન હાશ્મી બોલીવુડમાં એક અલગ અંદાજ માટે જાણીતો છે. તે વેબ સીરીઝ ’શોટાઈમ’ માં જોવા મળશે. હાલ તેણે એક ઇન્ટરવ્યૂમાં વેબ સીરીઝ સિવાય ડ્રગ્સ પાર્ટી અને નેપોટીઝમ વિશે પણ વાત કરી હતી.જ્યારે ઇમરાન હાશ્મીને નેપોટીઝમ વિશે પૂછવામાં આવ્યું કે તેનું શું માનવું છે.
ત્યારે તેણે જવાબ આપ્યો કે ’મારુ માનવું એવું છે કે બોલીવુડમાં દરેક વ્યક્તિ માટે જગ્યા છે.તેને જણાવ્યું હતું કે બોલીવુડને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયાના લીધે જ બોલીવુડની છબી ખરડાઇ છે.
વેબ સીરીઝ ’શોટાઈમ’ ના ટ્રેલરને જોતાં લાગે છે કે આ વેબ સીરીઝ ગેલેમર ઇન્ડસ્ટ્રી વિશે સત્યતા ઉજાગર કરશે. આ શોમાં ઇમરાન હાશ્મી એક પ્રોડ્યુસરની ભૂમિકામાં જોવા મળશે. હાલ ઇમરાન હાશ્મીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ’લોકોને એવું લાગે છે કે દુનિયા આખીની ખરાબ ઘટનાઓ માત્ર બોલીવુડમાં જ બની રહી છે’. હાલ સમાજમાં એક ધારણા બની ગઈ છે કે બોલીવુડમાં કઈ સારું નથી. ત્યાં માત્ર ખરાબ લોકો છે. જે સમાજને ખરાબ દિશામાં લઈ જવાનું કામ કરે છે.
ઇમરાન હાશ્મીએ વધુમાં જણાવ્યું કે ’સારા અને ખરાબ લોકો દરેક જગ્યાએ હોય છે, પરંતુ કેટલાક લોકો સોશિયલ મીડિયાના માયમથી માત્રને માત્ર બોલીવુડની ખરાબ છબી બતાવવાનો પ્રયત્ન કરે છે. તે એવું જણાવવા ઈચ્છે છે કે બોલીવુડમાં માત્ર ડ્રગ્સ પાર્ટી જ થાય છે. પરતું સત્ય તેનાથી અલગ છે.
જ્યારે ઇમરાન હાશ્મીને નેપોટીઝમ વિશે પૂછવામાં આવ્યું કે તેનું શું માનવું છે. ત્યારે તેણે જવાબ આપ્યો કે ’મારુ માનવું એવું છે કે બોલીવુડમાં દરેક વ્યક્તિ માટે જગ્યા છે. જે પણ પ્રતિભાશાળી લોકો છે, તેને કામ મળે જ છે. તમને બોલીવુડમાં એવા કેટલાક ઉદાહરણ જોવા મળશે, જે લોકો બહારથી આવ્યા છે અને આજે તેઓએ પોતાનું નામ બનાવ્યું છે.