ડ્રાઈવરે જ કંડક્ટરની હત્યા કરી લાશને ખભે ચડાવી, દોડતો-દોડતો લાશને ’ફેંકવા’ નીકળ્યો આરોપી

સુરત,

સુરતના સીમાડા નાકા પાસે આવેલી આશાદીપ સ્કૂલના પાકગમાં પતરાંની રૂમમાં રહેતા સ્કૂલ-બસના ડ્રાઈવરે બસના કંડક્ટરની હત્યા કરી નાખી હતી. આ સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે હત્યા કરનાર બસ-ડ્રાઈવરને ઝડપી પાડ્યો છે. કંડક્ટર તરીકે કામ કરતો યુવક દરરોજ રાતે મોડો આવી રૂમનો દરવાજો જોરથી ખખડાવતો હોવાની સામાન્ય વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો હત્યા સુધી પરિણામ્યો હતો.

સુરતના સીમાડા નાકા પાસે આશાદીપ સ્કૂલ આવેલી છે. અહીં સ્કૂલના પાકગમાં પતરાંની રૂમમાં સ્કૂલ-બસના ડ્રાઈવર તરીકે નોકરી કરતો સુહીલ સુબેદારસિંહ અને કંડક્ટર તરીકે નોકરી કરતો કલ્પેશકુમાર રમેશચન્દ્ર ઉપાયાય વચ્ચે ઝઘડો થયો હતો. એમાં ડ્રાઈવરે રોષે ભરાઈ લોખંડના સળિયા વડે તેમજ ઢીકાપાટુથી માર મારી લોહીલુહાણ કરી દીધો હતો. ત્યાર બાદ તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડી ફરાર થઇ ગયો હતો. જ્યાં સારવાર દરમિયાન કંડક્ટરનું મોત નીપજ્યું હતું.

સ્કૂલના બસના કંડક્ટરની હત્યા થઈ હોવાની જાણ સરથાણા પોલીસને થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર મામલે મૃતક કંડક્ટરના ભાઈ પ્રતીક ઉપાયાયે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે તપાસ કરી રહેલી સરથાણા પોલીસે હત્યા કરનાર ડ્રાઈવરની ધરપકડ કરી હતી.

પોલીસ-તપાસમાં ડ્રાઈવર અને કંડક્ટર એક જ રૂમમાં રહેતા હતા. ડ્રાઈવર દરરોજ રાતે મોડો આવતો હોય અને દરવાજો જોરથી ખખડાવતો હોવાની વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં રોષે ભરાઈ ડ્રાઈવરે કંડક્ટરની હત્યા કરી હોવાનું પોલીસ-તપાસમાં બહાર આવ્યું હતું. હાલ આ સમગ્ર મામલે સરથાણા પોલીસે આરોપીની ધરપકડ કરી.