
સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં ડ્રગ એંગલ સામે આવ્યા બાદ બોલીવુડના ઘણા મોટા સ્ટાર્સ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના રડાર પર આવી ગયા છે. રિયા ચક્રવર્તીની ધરપકડ બાદ એનસીબીની ટીમ આજે અભિનેત્રી રકુલપ્રિત સિંહની પૂછપરછ કરી રહી છે, પરંતુ હવે આ કેસમાં એનસીબીને ઘણી માહિતી મળી છે. એનસીબી સૂત્રોના જણાવ્યા અનુસાર જે વોટ્સએપ ગ્રુપમાં ડ્રગ્સ વિશે વાત થતી હતી તે ગ્રૂપની એડમિન દીપિકા પદુકોણ જ હતી.
આ ગ્રુપ દ્વારા જ દીપિકા અને કરિશ્મા ડ્રગ્સ વિશે વાત કરી રહી હતી
એનસીબીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ વોટ્સએપ ગ્રૂપ વર્ષ 2017 માં બનાવવામાં આવ્યું હતું. અને આ ગ્રૂપમાં દીપિકા, જયાશાહ અને કરિશ્મા પ્રકાશનો સમાવેશ થતો હતો. આ ગ્રુપ દ્વારા જ દીપિકા અને કરિશ્મા ડ્રગ્સ વિશે વાત કરી રહી હતી. બીજી તરફ, એવા અહેવાલ પ્રાપ્ત થયા છે કે રકુલપ્રીતસિંહે એનસીબી સમક્ષ કબૂલાત કરી છે કે તેણે રિયા સાથે વર્ષ 2018 માં ડ્રગ ચેટ કર્યું હતું. તેણે સ્વીકાર્યું છે કે તેણે રિયા ચક્રવર્તી સાથે ડ્રગ ચેટ કરી હતી. રકુલપ્રીતે એનસીબીને કહ્યું કે રિયા તેના ચેટમાં પોતાનો સામાન મંગાવી રહી હતી. રકુલપ્રીતે જણાવ્યું હતું કે રિયાના સામાન (ડ્રગ્સ) મારા ઘરે હતો. આ ક્ષણે, રકુલપ્રીતે ડ્રગ લેવાની વાતની સ્પષ્ટ ના પાડી દીધી છે.
સનમ જોહર અને એબીગલ પાંડે વિરુદ્ધ એનડીપીએસની કલમ 20 હેઠળ કેસ નોંધવામાં આવ્યો
રિયા ચક્રવર્તીની ધરપકડ બાદ, જ્યાં એનસીબીની ટીમે અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે, ત્યાં ટીવી અભિનેતા સનમ જોહર અને એબીગલ પાંડે વિરુદ્ધ એનડીપીએસની કલમ 20 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
એનસીબીના સૂત્રો મુજબ આ બંનેની થશે હજુ વધારે પૂછપરછ
જણાવી દઈએ કે ટીવી એક્ટર સનમ જૌહર અને ઐબિગેલ પાંડેની પૂછપરછ કરતા પહેલાં તેના ઘર પર એનસીબીએ રેડ પાડી હતી. આ રેડમાં તેમના ઘરથી નાની માત્રામાં ગાંજો દૂર કરાયો હતો. બંને એક્ટર્સ વિરુદ્ધ એનસીબીએ ફરીયાદ તો નોંધી લીધી છે. પરંતુ તેને હજુ ધરપકડ કર ીનથી. એનસીબીના સૂત્રો મુજબ આ બંનેની હજુ વધારે પૂછપરછ કરવાની છે અને ખૂબજ ઝડપથી તેમને ફરીથી પૂછપરછ માટે બોલાવી શકાય છે.