ડ્રગ કેસઃ વિવેક ઓબેરોયના ઘરે દરોડા, તેના સાળા વિરુદ્ધ વોરંટ જારી

મુંબઇ, ડ્રગ કેસમાં તપાસ એજન્સીઓ કડક વલણ અપનાવી રહી છે. આજે બોલિવુડ અભિનેતા વિવેક ઓબેરોયના ઘરે બેંગ્લોરના સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ (સીસીબી)એ દરોડા પાડ્યા છે. વિવેદની પત્નીના ભાઇ આદિત્ય અલ્વા બેંગ્લોર ડ્રગ કેસમાં આરોપી છે. પોલીસે તેની તપાસમાં વિવેકના મુંબઇ સ્થિત ઘરે દરોડા પાડી હાથ ધરી છે. આદિત્ય અલ્વા વિરુદ્ધ કેસ દાખલ થયા બાદ તે ફરાર છે. સીસીબી એ કોર્ટમાંથી વોરંટ મેળવી વિવેકના ઘરે દરોડા પાડ્યા છે.

ક્રાઇમ બ્રાન્ચ તરફથી જારી કરાયેલા એક નિવેદન મુજબ, કોટનપેટ કેસમાં આદિત્ય અલ્વા ફરાર છે જે વિવેદ ઓબેરોયનો સાળો છે. અમને માહિતી મળી હતી કે અલ્વા ત્યા છે. આથી અમે તપાસ કરવા માંગતા હતા. આથી અમે કોર્ટમાંથી વોરંટ મેળ્યુ અને સીસીબીની ટીમ મુંબઇમાં તેમના ઘરે ગઇ હતી.

નોંધનિય છે કે, સેંડલવુડ ડ્રગ કેસમાં ઘણા મોટા વ્યક્તિઓના નામ બહાર આવ્યા છે. જેમાં રાગિની દ્વેદીનું નામ પણ શામેલ છે. આદિત્યના ઘરે પણ સીસીબી ટીમે અગાઉ રેડ પાડી હતી.

નોંધનિય છે કે, હાઇ – પ્રોફાઇલ ડ્રગ કેસ અત્યાર સુધી ઘણા મોટા નામો બહાર આવ્યા છે. કેટલાક પેડલર્સની ધરપકડ પણ કરાઇ છે. ધરપકડ કરાયેલા આરોપીએ આદિત્ય અલ્વાનું નામ આપ્યુ હતુ. તે સમયે હેબ્બલની નજીક આવેલા આદિત્ય અલ્વાના ઘરે હાઉસ ઓફ લાઇવ્સમાં રેડ પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી.આ માહિતી બેંગ્લોરના સંયુક્ત કમિશ્નર ક્રાઇમ સંદીપ પાટિલે આપી હતી.

નોંધનિય છે કે, આદિત્ય અલ્વા પૂર્વ મંત્રી જીવરાજ અલ્વાના પુત્ર છે. એવુ કહેવાય છે કે, તેઓ પાર્ટીઓના બહુ શોખીન છે. તેમની બહેન પ્રિયંકા અલ્વાના લગ્ન બોલિવુડ એક્ટર વિવેક ઓબેરોય સાથે થાય છે.