મુંબઇ, શારજાહથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ના ૨ મુસાફરો તેમની કમરમાં ૮ સોનાના બિસ્કિટની બાંધીને લાવ્યા હતા જે અંગે તપાસ થતા ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સે ૬ કરોડથી વધુનું સોનું જપ્ત કર્યું છે. ડીઆરઆઈએ જુદા જુદા કેસમાં કુલ ૧૦ કિલો સોનું જપ્ત કર્યું છે.
ડીઆરઆઈ દ્વારા અન્ય એક સાથીદારની ધરપકડ કરવામાં આવી છે. સોનાની દાણચોરી કેસમાં કુલ ૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ પાસેથી મળી આવેલા સોનાની કિંમત ૪ કરોડ ૯૪ લાખ રૂપિયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, પહેલા કિસ્સામાં એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા શારજાહથી મુંબઈ પહોંચેલા બે મુસાફરોને રોકવામાં આવ્યા હતા. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓ દ્વારા આ મુસાફરોની તપાસ દરમિયાન ૨૪ કેરેટની ૮ સોનાની લગડીઓ મળી આવી હતી.
તેનું વજન ૧૦ કિલો હતું. સળિયા કપડાંની અંદર કમરની આસપાસ સંતાડેલા હતા. માહિતીના આધારે ઝડપી કાર્યવાહી કરીને આરોપીના અન્ય સાથીદારની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળી આવેલા ૮ સળિયાની કિંમત ૪.૯૪ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
બીજા કિસ્સામાં, દુબઈથી આવતા ભારતીય મૂળના મુસાફર પાસેથી કુલ ૫૬ લેડીઝ પર્સ મળી આવ્યા છે. તે પર્સમાં સોનું સિલ્વર કલરના મેટલ વાયરમાં કન્વર્ટ કર્યા બાદ લાવવામાં આવ્યું હતું. જે સ્ટ્રીપ તરીકે દેખાતી હતી. આ ૫૬ પર્સમાં જે સ્ટ્રીપ મળી આવી છે. તેમાંથી ૨ કિલો ૫ ગ્રામ સોનું મળી આવ્યું છે. તેની કિંમત ૧ કરોડ ૨૩ લાખ ૮૦ હજાર ૮૭૫ રૂપિયા છે.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે ૬ કરોડ ૧૭ લાખ ૮૦ હજાર ૮૭૫ રૂપિયાનું સોનું રિકવર કર્યું છે. ડીઆરઆઈએ એરપોર્ટ પર સોનાના દાણચોરોની ધરપકડનો દોર ઝડપી પાડ્યો છે. ડ્ઢઇૈં પકડાયેલા તમામ દાણચોરોની પણ પૂછપરછ કરી રહી છે. ડીઆરઆઈને આશંકા છે કે તેમની પાછળ અન્ય કોઈ મોટા કિંગપિન સામેલ હોઈ શકે છે.
જણાવી દઈએ કે રાજસ્વ ગુપ્તચર નિર્દેશાલયની ટીમ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ દાણચોરોની ધરપકડ કરતી રહે છે. આ સાથે સૌથી વધુ સોનું કેરળમાં જપ્ત કરવામાં આવ્યું છે. આ દાણચોરો યુએઈ અથવા વિદેશથી આવતી ફ્લાઈટમાં મોટા પ્રમાણમાં સોનું ગુપ્ત રીતે લાવે છે. ડીઆરઆઈની કડકાઈના કારણે આ તમામ દાણચોરો પર્દાફાશ થાય છે