
નવીદિલ્હી,
આજે ૬ ડિસેમ્બર, આદરણીય ડૉ. ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ છે, જેમણે બંધારણના રૂપમાં દેશને નવી શક્તિ આપીને મજબૂત ભારતના નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો, આ પ્રસંગે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત અનેક નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
ડો.બી.આર. આંબેડકરને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન ઉપાયક્ષ જગદીપ ધનખડ પણ હાજર હતા.ડૉ. ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ પર માયાવતીએ શ્રદ્ધાંજલિ અર્પી હતી અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સોનિયા ગાંધીએ પણ ડૉ. ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી આજે અન્ય મંત્રીઓ અને મહાનુભાવોએ સંસદમાં ડૉ. બી.આર. આંબેડકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના સાંસદોએ આજે સંસદમાં ડૉ. બી.આર. આંબેડકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી.
બાબાસાહેબ આંબેડકરનું અવસાન ૬ ડિસેમ્બર ૧૯૫૬ના રોજ થયું હતું. બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ રામજી આંબેડકર મહાન સમાજ સુધારક અને વિદ્વાન હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન જાતિવાદ નાબૂદી અને ગરીબ, દલિત અને પછાત વર્ગના ઉત્થાન માટે સમપત કર્યું. તેથી જ આજે તેમની પુણ્યતિથિને સમગ્ર દેશમાં મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.