ડૉ. બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટીનો નવમો પદવિધાન સમારોહ

બાબાસાહેબ આંબેડકર

રાજ્યપાલ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં આજે 9મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આચાર્ય દેવવ્રતના હસ્તે કચ્છ જિલ્લાના અંતરિયાળ વિસ્તારો નલિયા, દયાપર, રાપર અને ખાવડામાં યુનિવર્સિટીના 4 નવા સેન્ટરનો શુભારંભ કરાયો હતો. આ અવસરે નવા 5 અભ્યાસક્રમોનો પણ તેમણે આરંભ કરાવ્યો હતો.

  • નલિયા, દયાપર, રાપર અને ખાવડામાં યુનિવસટીના ચાર નવા સેન્ટરનો શુભારંભ : નવા પાંચ અભ્યાસક્રમો શરુ કરાયા.

ડૉ બાબાસાહેબ આંબેડકર શિક્ષણ

શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ,રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરીયા અને ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ સોનિયાબેન ગોકાણીની ઉપસ્થિતિમાં આયોજિત 9મા ડૉ બાબાસાહેબ આંબેડકર શિક્ષણ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, વિદ્યા પ્રાપ્તિ પછી વ્યક્તિ વિનયી અને નમ્ર બનવો જોઈએ. સૌમ્ય વ્યક્તિ જ સન્માનનીય બને છે. નમ્રતાથી યોગ્યતા પ્રાપ્ત થાય છે. યોગ્યતાથી ધનની પ્રાપ્તિ થાય છે. ધનનો મહિમા ત્યારે જ છે, જો સાથે ધર્મ ભળે અને ધર્મ કમાશો તો જ સુખની પ્રાપ્તિ થશે.

બાબાસાહેબ આંબેડકર

આચાર્ય દેવવ્રતજીએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટીના પદવીધારક અને ચંદ્રકો મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભકામનાઓ પાઠવતાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત આત્મનિર્ભર અને ‘વિકસિત ભારત’ બનવા જઈ રહ્યું છે ત્યારે યુવાનો સત્યનું આચરણ કરતાં કરતાં કર્તવ્યનિષ્ઠાથી પોતાની જવાબદારીઓનું નિર્વહન કરીને અન્યના કલ્યાણ માટે પ્રવૃત્ત થાય તે સમયની માગ છે. માતા-પિતા, ગુરૂજનો અને અતિથિઓ પ્રત્યે હંમેશા સન્માનભાવ રાખશો તો જીવનમાં સન્માનનીય બનશો.

બાબાસાહેબ આંબેડકર

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અમીબેન ઉપાધ્યાય અને તેમની ટીમને અભિનંદન આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, આ યુનિવર્સિટીએ કચ્છના સરહદી વિસ્તારોમાં સેવારત સેનાના જવાનોને, જેલના કેદીઓને, વિચરતી જાતિઓના લોકોને અને મહિલાઓને શિક્ષણ અને પ્રશિક્ષણના અવસર પૂરા પાડીને શ્રેષ્ઠ કામ કર્યું છે. મહિલા સશક્તિકરણનું અભિયાન અત્યારે જેટલું ઉજાગર થયું છે એટલું અગાઉ ક્યારેય ન હતું. મંચ પર રાજ્યપાલ અને બે શિક્ષણમંત્રીઓ સાથે બંને છેડે બે મહિલાઓ ડૉ. અમીબેન ઉપાધ્યાય અને સોનિયાબેન ગોકાણી હતા, તે તરફ ધ્યાન દોરીને રાજ્યપાલે કહ્યું કે, જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં જ ઈશ્વરનો વાસ હોય છે. જ્યાં નારીનાં માન-સન્માન નથી જળવાતા ત્યાં પ્રસન્નતા અને ધર્મ ટકી શકતા નથી.

બાબાસાહેબ આંબેડકર

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી

ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, BAOUનો આ નવમો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સમારોહ એ અમૃતકાળનો પહેલો દીક્ષાંત સમારોહ છે. વર્ષ 2047માં ભારત હજારો વર્ષો જૂની વિરાસતની માવજત સાથે અભૂતપૂર્વ વિકાસ થકી વિકસિત રાષ્ટ્ર બનવાનું છે. મંત્રીએ વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું હતું કે, તમે સ્નાતક થઈને આર્થિક, સામાજિક અને પારિવારિક ક્ષેત્રે જ્યારે આગળ વધશો ત્યારે ફક્ત ડિગ્રી સર્ટિફિકેટ કે માર્કશીટ નહીં પરંતુ, જ્ઞાન અને કૌશલ્ય પણ મહત્વપૂર્ણ સાબિત થશે. પુસ્તકમાં રહેલી જાણકારીને કેવી રીતે અમલમાં લાવવી? તેનું નામ જ્ઞાન છે.

આવનારી પેઢીના ભાવિને ધ્યાનમાં રાખી નવી નેશનલ એજ્યુકેશન પોલિસી તૈયાર કરવામાં આવી છે, જેમાં સંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કાર સાથે ઉજ્જવળ ભાવિની તમામ બાબતોનું ધ્યાન રખાયું છે. તમામ ક્ષેત્રોમાં વિશ્વ સાથે કદમથી કદમ મેળવી શકીએ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં બીજા દેશોની સરખામણીમાં વધુ સશકત બનીએ તેવી એજ્યુકેશન પોલિસી બનાવાઈ છે. આવનારી પેઢી નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ એક સમય પર એકથી વધુ કોર્સિસ કરી શકશે.

આગામી સમયમાં આર્ટ્સનો વિદ્યાર્થી સાયન્સ ભણી શકશે અને સાયન્સનો વિદ્યાર્થી આર્ટસ ભણી શકશે. સાથે સાયબર સિક્યુરિટી અને એઆઈ ટેકનોલોજીનો પણ જ્ઞાન મેળવી શકશે. BAOUમાં લોન્ચ કરાયેલા 5 નવા અભ્યાસક્રમો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન 2047ને અનુરૂપ છે જે ભવિષ્યમાં વિદ્યાર્થીઓને પ્રગતિની બાહેંધરી આપનારા અને નવી દિશામાં લઈ જનારા છે.

બાબાસાહેબ આંબેડકર

​​​​​​​આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું હતું કે, જ્ઞાનથી જીવનમાં અજવાળું પ્રસરે છે. ડિગ્રી માટે નહીં પરંતુ, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અભ્યાસ અને શિક્ષણ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વર્ષ 2020માં લોન્ચ કરાયેલી નવી એજ્યુકેશન પોલિસી કે જે અંતર્ગત કોઈપણ વિદ્યાર્થી કોઈપણ જગ્યાએ રહીને એકથી વધુ કોર્સ એકસાથે કરી શકે છે, તેમાં બધા વિદ્યાર્થીઓ માટે ખૂબ અનુકૂળ અને અનુરૂપ તક સાબિત થઈ રહી છે. કોમ્યુનિકેશન ગેપ ઘટાડવા માટે ભાષા અને ટેકનોલોજીનો સમન્વય કરીને ડૉ બાબાસાહેબ આંબેડકર શિક્ષણ યુનિવર્સિટીએ વિવિધ કોર્સ શરૂ કર્યા છે, તે આગામી સમયમાં વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થશે.

ગુજરાતના પૂર્વ ન્યાયમૂર્તિ સોનિયા ગોકાણીએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતાં શિક્ષણ પર વાત કરતાં તેમણે કહ્યું હતું કે, શિક્ષણ આપણને સૌને ઘડે છે અને શિક્ષણ જ સજાગતા અને સાવચેતીની કેળવણી આપે છે. શિક્ષણ સ્વતંત્ર ચિંતનના બીજ કેળવવાનું કામ કરે છે અને તે જ આપણને સૌને વર્ગરહિત, શોષણ વગરનો સમાજ બનાવતા શીખવે છે.

સર્વ નાગરિકોનું રક્ષણ થાય તે માટેનું માળખું, સાર્વભૌમત્વની રચના અને અસ્પૃશ્યતાનો નાશ કરવાની ચિંતા કરનાર અને દરેક નાગરિકને તેના અધિકારો પ્રાપ્ત થાય તે માટે સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરે અન્ય સાથે મળીને ભારતના બંધારણની રચના કરી હતી તેમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય; વિચાર, ધર્મ અને પૂજાની સ્વતંત્રતા; પ્રતિષ્ઠા અને તકની સમાનતા અને શિક્ષણનો હક નાગરિકોને પ્રાપ્ત છે. આ શિક્ષણને કારણે જ આપણે સૌ આપણા જીવનને સરળતા, સ્વતંત્રતા અને સહજતાથી માણી શકીએ છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ બાબાસાહેબ આંબેડકર શિક્ષણ ઓપન યુનિવર્સિટીના 9મા પદવીદાન સમારંભમાં સ્નાતક, અનુસ્નાતક, પ્રમાણપત્ર અભ્યાસક્રમ, ડિપ્લોમા અભ્યાસક્રમ અને વિદ્યાવાચસ્પતિની પદવી એનાયત કરવામાં આવી હતી. 9મા પદવીદાન સમારંભમાં કુલ 19,094 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં 36 વિધાર્થીઓને સુવર્ણચંદ્રક, 34 વિદ્યાર્થીઓને રજતચંદ્રક, 39 વિધાર્થીઓને સર્ટીફિકેટ, 10 વિદ્યાર્થીઓને વિદ્યાવાચસ્પતિની પદવી, 9528 વિદ્યાર્થીઓને સ્નાતકની પદવી, 3276 વિધાર્થીઓને અનુસ્નાતકની પધ્વી, 4244 વિધાર્થીઓને પ્રમાણપત્ર અભ્યાસક્રમમાં પદવી, 1884 સ્નાતક ડિપ્લોમા અભ્યાસક્રમમાં પદવી અને 152 અનુસ્નાતક ડિપ્લોમા અભ્યાસક્રમમાં પદવી એનાયત કરવામાં આવી હતી.

આ ઉપરાંત, વર્લ્ડ સમર સ્પેશિયલ ઓલમ્પિક 2019માં અબુધાબી ખાતે સ્વિમિંગમાં બે સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ષ 2021માં બાળ પુરસ્કાર પ્રાપ્ત કરનાર ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, રાજકોટ સેન્ટરમાં અભ્યાસ કરનાર મંત્ર જીતેન્દ્ર હરખાણીનું સન્માન કરવામાં આવ્યું હતું.

વડોદરા મધ્યસ્થ જેલના ટીચિંગ કો-ઓર્ડીનેટર રાઠોડનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાબરમતી મધ્યસ્થ જેલના ટીચિંગ કો-ઓર્ડીનેટર પ્રદીપ પંચાલનું સન્માન કરવામાં આવ્યું હતું. વડોદરા મધ્યસ્થ જેલમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કેન્દ્ર હેઠળ કુલ 275 કેદીઓ અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે સાબરમતી મધ્યસ્થ જેલમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કેન્દ્ર હેઠળ કુલ 225 જેટલા કેદીઓ અભ્યાસ કરી રહ્યા છે.

ડૉ બાબાસાહેબ આંબેડકર શિક્ષણ યુનિવર્સિટીમાં આ વર્ષે પાંચ નવા અભ્યાસક્રમો પણ ઉમેરવામાં આવ્યા છે જેમાં હિન્દુ સ્ટડીઝ, સિવિલ સર્વિસીસ, ડેટા સાયન્સ, અને સાયબર સિક્યુરિટી જેવા વિષયોનો સમાવેશ થાય છે.