ડબલિનમાં બે લોટ્ટો ખેલાડીઓએ ૭.૭ મિલિયન યુરોનો જેકપોટ જીત્યો

બાલબ્રિગન : ડબલિનના બાલબ્રિગનમાં એપલગ્રીન ખાતે શાનદાર ઉજવણી શરૂ થઈ હતી કારણ કે લોટ્ટો વિજેતાઓનું નામ જાહેર થયું હતું. ડબલિનના બે ખેલાડીઓ આ વર્ષના ૧૦મા અને ૧૧મા લોટ્ટો જેકપોટ વિજેતા બન્યા છે. બે લોટ્ટો ખેલાડીઓએ -૭.૭એમ જેકપોટ મેળવ્યા હતા.લોટ્ટો જેકપોટમાં દરેક ૩.૮ મિલિયનની કિંમતની બે વિજેતા ટિકિટ વેચનાર સ્થાનો તરીકે બે ડબલિન સ્ટોર્સ જાહેર કરવામાં આવ્યા છે. બાલબ્રિગનમાં નૌલ રોડ પર એપલગ્રીન અને ૧૩ સાઉથ સર્ક્યુલર રોડ પર સ્પાર સ્ટોર દરેકે વિજેતા ટિકિટ વેચી હતી.

જેકપોટ ડ્રોમાં બંને ખેલાડીઓએ ૩,૮૬૭,૦૨૭ જીતવા માટે ૭,૭૩૪,૦૫૪નું ઈનામ શેર કર્યું હતું. બંને ખેલાડીઓ તેમની જીતનો દાવો કરવા આગળ આવ્યા છે અને તેમના માટે જીવન બદલી નાખતી રકમ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.સ્પાર શોપના માલિક પેડી મોરિસે જણાવ્યું હતું કે નેશનલ લોટરી તરફથી તેમના સ્ટોરે વિજેતા ટિકિટ વેચી હોવાનો કોલ મેળવવો “ખૂબ જ રોમાંચક” હતો. દુકાનની માલિકીના મારા ૨૨ વર્ષોમાં, આ મારી પ્રથમ જેકપોટ જીત છે તેથી હું ખૂબ જ ખુશ છે.

જેકપોટ જીતનાર વ્યક્તિએ પોતાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ડબલિનમાં લોટ્ટો ખેલાડીઓ માટે આજની રાત યાદગાર છે. નામ બહાર આવતાની સાથે જ મને ખાતરી છે કે મારા ઘરની લોકો અને પાડોશીઓ આસપાસ ભારે ઉત્સાહમાં હશે. અમારો પ્રથમ જેકપોટ જીતવા બદલ પણ આઅ રાત ખૂબ જ ખાસ છે.

એપલગ્રીન પ્રાદેશિક મેનેજર એશ્લે ફોલ્ડરે કહ્યું હતું કે, “સ્થાનિક વિસ્તાર માટે આ અદ્ભુત સમાચાર છે અને તેઓ એક ખૂબ જ નસીબદાર ગ્રાહક છે. અહીંના સ્ટોરમાં હંમેશા એક સારો માહોલ હોય છે, પરંતુ અમે આ સમાચાર સાંભળ્યા ત્યારથી રોમાંચ છવાઈ ગયો છે અને તે દરેક સાથે વાતચીતનો મુખ્ય વિષય બની ગયો છે. અમે રોમાંચિત છીએ કે એપલગ્રીન ગ્રાહક ભાગ્યશાળી વિજેતાઓમાંના એક છે અને અમે વિજેતાને તેમની જીત સાથે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ.”