ડોનાલ્ડ ટ્રમ્પની જિદ , હજુ સત્તા નહીં છોડે, આટલો સમય રાષ્ટ્રપતિ રહેશે

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના પરિણામો જાહેર થઇ ચુક્યા છે અને ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેનને નવા રાષ્ટ્રપતિ તરીકે જાહેર કરી દેવામાં આવ્યા છે. છતા ડોનાલ્ડ ટ્રમ્પ હજુ હાર માનવા તૈયાર નથી. ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં રહેલા વિદેશમંત્રીએ કહ્યુ કે ટ્રમ્પની હાર અમને સ્વીકાર્ય નથી.

જતા જતા યુ.એસ.ના વિદેશ મંત્રીમાઇક પોમ્પિયોએ કહ્યું હતું કે દેશમાં ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના વહીવટની બીજી ટર્મ માટે શાંતિપૂર્ણ રીતે સત્તાનું હસ્તાંતરણ કરવામાં આવશે.જો કે સાથે સાથે તેમણે એમ પણ કહ્યુ કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જો બાઇડેનની જીત અને ડોનાલ્ડ ટ્રમ્પની હાર સ્વીકાર્ય નથી. પોમ્પિયોએ કહ્યુ કે,આખી દુનિયા જોઇ રહી છે કે અમેરિકામાં શું થઇ રહ્યું છે.અમે દરેક મતની ગણતરી કરવાના છે.

વિદેશ મંત્રાલયના મુખ્યાલય ફોગી બોટમ ખાતે પત્રકારોએ માઇક પોમ્પિયોને સવાલ કર્યો હતો કે, શું તેમનો વિભાગ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેનને સત્તાનું શાંતિપૂર્ણ રીતે હસ્તાંતરણ કરવાની તૈયારી કરી રહ્યું છે.? જો નહીં તો એમાં વિલંબ કેમ થઇ રહ્યો છે? અથવા શાંતિપૂર્ણ રીતે હસ્તાંતરણ નહીં કરવામાં આવે? અમેરિકામાં રાષ્ટ્રપતિ તરીકે ડેમાક્રેટીક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેનને વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા છે.

માઇક પોમ્પિયોએ કહ્યું હતું કે, ચૂંટણીમાં ગોટાળા થયા છે અને આ બાબતે દુનિયાભરમાંથી તેમની પર ફોન આવી રહ્યા છે.

અમેરિકામાં 3જી નવેમ્બરે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી હતી જેમાં ડોનાલ્ડ ટ્રમ્પની સામે જો બાઇડેનને વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા હતા. પણ હજુ સુધી ડોનાલ્ડ ટ્રમ્પ હાર સ્વીકારવા તૈયાર નથી. ટ્રમ્પની પત્ની મેલાનિયા અને જમાઇ જેનેડ કુશનરે પણ ટ્રમ્પને હાર સ્વીકારી લેવા કહ્યું છે કે,પણ ટ્રમ્પ જીદ પર અડીને બેઠા છે કે સત્તા છોડવી નથી. અમેરિકામાં નવા રાષ્ટ્રપતિનો પદગ્રહણ જાન્યુઆરીની 20મીએ થાય છે એટલે ટ્રમ્પ પાસે હજુ બે મહિના જેવી સત્તા રહેશે. અમેરિકાના મોટા નેતાઓને ડર છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જતા જતા કોઇ એવો નિર્ણય ન લઇ લે કે જેનાથી નવા શાસકોને મુશ્કેલી ઉભી થાયય ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના મહામારી માટે ચીનને જવાબદાર ગણાવી ચુક્યા છે અને ચીન માટે સેનેટની મંજૂરીની જરૂર ન પડે તેવો કોઇ નિર્ણય લઇ લે તો ભારે પડી શકે. ટ્રમ્પ કઇં પણ કરી શકે છે એવું અમેરિકાના લોકો માને છે.