અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને છેતરપિંડી ગણાવી હતી. ટ્વિટર પરની એક પોસ્ટમાં ટ્રમ્પે હેરિસ પર રેલીમાં મોટી ભીડ બતાવવા માટે આટફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)નો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. કમલા હેરિસે ટ્રમ્પના આરોપોનો જવાબ આપ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો કે મિશિગનના ડેટ્રોઈટમાં રેલીની તસવીરોમાં એરપોર્ટ પર દેખાતી ભીડ નકલી છે. કમલાના વિમાનની બહાર એરપોર્ટ પર કોઈ નહોતું. તેઓએ વિશાળ ભીડ બતાવવા માટે છૈં નો ઉપયોગ કર્યો. તે છેતરપિંડી કરનાર છે. ટ્રમ્પે કહ્યું કે એરપોર્ટ પર હેરિસની કોઈ રાહ જોઈ રહ્યું નથી. ડેમોક્રેટ્સ આ રીતે છેતરપિંડી કરીને ચૂંટણી જીતે છે. કમલા વિશેની દરેક વાત નકલી છે.
કમલા હેરિસ અને ટિમ વોલ્ઝ કેમ્પેઈનએ ટ્રમ્પના આરોપોનો જવાબ આપ્યો. એકસ પર રેલીની વાસ્તવિક તસવીર પોસ્ટ કરતી વખતે કહેવામાં આવ્યું હતું કે આ ૧૫ હજાર લોકોની ભીડની વાસ્તવિક તસવીર છે. એવું પણ લખવામાં આવ્યું હતું કે ટ્રમ્પની એનર્જી ઘટી રહી છે. એટલા માટે તેણે એક સપ્તાહ સુધી સ્વિંગ સ્ટેટમાં પ્રચાર કર્યો ન હતો. ચેતવણી સાથે એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો કે આ વીડિયોની સામગ્રી ટ્રમ્પને નારાજ કરી શકે છે.
ગયા મહિને રાષ્ટ્રપતિ જો બિડેને આગામી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થવાની જાહેરાત કરી હતી. આ પછી જ ભારતીય મૂળના ઉપરાષ્ટ્રપતિ હેરિસને સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીના ૨૦૨૪ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. ઘણા દિગ્ગજોએ તેને ટેકો આપ્યો હતો. હેરિસ અમેરિકાના મોટા રાજકીય પક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદની ટિકિટ મેળવનાર પ્રથમ ભારતીય-આફ્રિકન મહિલા બની છે.
તે રિપબ્લિકન અથવા ડેમોક્રેટિક પાર્ટીમાંથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનનાર પ્રથમ ભારતીય-અમેરિકન પણ બન્યા છે. હેરિસની માતા શ્યામલા ગોપાલન ભારતીય હતી અને તેના પિતા ડોનાલ્ડ જેસ્પર હેરિસ જમૈકન હતા. કમલા હેરિસના માતા-પિતા ઇમિગ્રન્ટ તરીકે અમેરિકા આવ્યા હતા.