વોશિગ્ટન,
ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકનએ ચૂંટણીમાં બુધવારના રોજ હાઉસ પર કબ્જો કરી લીધો છે. રિપબ્લિકન પાર્ટી વોશિંગ્ટનમાં જરૂરી બહુમતીનો આંકડો મેળવીને સત્તા પર પાછી આવી છે. પરંતુ એક બહુમતનો આ આંકડો જીઓપી નેતાઓ માટે ઘણા પડકારોને રજૂ કરશે અને પાર્ટીની શાસન કરવાની ક્ષમતાને પણ જટિલ બનાવશે.
ચૂંટણી થઈ તે પછીના એક સપ્તાહથી પણ વધુ સમય બાદ રિપબ્લિકન પાર્ટીએ ડેમોક્રેટિક પાર્ટી પાસેથી યુએસ હાઉસનું નિયંત્રણ મેળવવા માટે જરૂરી ૨૧૮મી બેઠક મેળવી લીધી છે. જો કે પાર્ટીના બહુમતનો સંપૂર્ણ આંકડો કેટલાક દિવસો અથવા સપ્તાહો સુધી સ્પષ્ટ થઈ શકશે નહીં, કારણ કે જોરદાર હરિફાઈમાં હજુ પણ મતોની ગણતરી હજુ પણ કરવામાં આવી રહી છે.
એવું માનવામાં આવી રહ્યું થે રિપબ્લિકન એક સાથે મળીને કામ કરવાના તેના માર્ગ પર છે. આ ૨૧મી સદીમાં પાર્ટીની સૌથી નાની બહુમતી હોઈ શકે છે. વર્ષ ૨૦૦૧માં રિપબ્લિકન પાસે બે અપક્ષો સાથે ૨૨૧-૨૧૨ માત્ર નવ બેઠકોની બહુમતી હતી. યુએસ મિડ ટર્મ ચૂંટણીમાં ૨૧૮ સીટો રિપબ્લિકનની મોટી જીતની આગાહી કરતા ખૂબ જ ઓછી છે. કેપિટલ હિલ પર એજન્ડા ફરીથી સેટ કરવા માટે પાર્ટી આથક પડકારો અને બાઈડેનની ઘટતી લોકપ્રિયતાનો લાભ લેશે તેવી અપેક્ષા હતી.
તેનાથી વિપરિત, ડેમોક્રેટસે આશ્ર્ચર્યજનક પુનરાગમ કર્યું, વજનિયાથી મિનેસોટા અને કેન્સાસ સુધીના સબ અર્બન જિલ્લાઓ પર કબ્જો કરી લીધો છે. પરંતુ આ પરિણામ હાઉસ નેતા કેવિન મેકકાર્થીની સ્પીકર બનવાની યોજનાને જટિલ બનાવી શકે છે કારણ કે, કેટલાક કન્ઝર્વેટિવ સભ્યોએ તેમને સમર્થન પર પ્રશ્ર્નો કર્યા છે અને કેટલાકે તેમના સમર્થન પર શરતો મૂકી છે.