ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ટ્વિટર પર વાપસી થઈ

વોશિગ્ટન,

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ટ્વિટર પર વાપસી થઈ છે. ટ્વિટરના નવા માલિક એલોન મસ્કે ટ્વિટ કરીને સત્તાવાર રીતે આ અંગેની જાહેરાત કરી છે. એક દિવસ પહેલા, મસ્કે ટ્વિટર પર વપરાશર્ક્તાઓને પૂછ્યું હતું કે શું ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ પુન:સ્થાપિત કરવું જોઈએ. મતદાનના પરિણામોની વાત કરીએ તો ૫૨ ટકા લોકોએ ટ્રમ્પના ખાતાને પુન:સ્થાપિત કરવાની માંગ કરી હતી. જ્યારે ૪૮ ટકા લોકો તેની વિરુદ્ધ દેખાયા હતા.

ઇલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટને પુન:સ્થાપિત કરવાની માહિતી આપી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું, જનતાએ તેનો જવાબ આપી દીધો છે. ટ્રમ્પનું એકાઉન્ટ પુન:સ્થાપિત કરવામાં આવશે. અગાઉ, તેણે પ્લેટફોર્મના વપરાશર્ક્તાઓને પૂછ્યું હતું કે શું પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું એકાઉન્ટ પુન:સ્થાપિત કરવું જોઈએ.

૬ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ, યુએસ કેપિટોલમાં રમખાણો થયા હતા અને તેના માટે ડોનાલ્ડ ટ્રમ્પને અમુક અંશે જવાબદાર ગણવામાં આવ્યા હતા. રમખાણોમાં તેની ભૂમિકા અંગે અમેરિકામાં પણ તપાસ ચાલી રહી છે. તે જ સમયે, તે મોટાભાગે ટ્વિટર દ્વારા તેના સમર્થકો સાથે વાત કરતો હતો અને આ જ કારણ હતું કે રમખાણો પછી તરત જ તેના પર સોશિયલ નેટવકગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારથી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ તેમની સોશિયલ નેટવર્કિંગ એપ ટૂથ સોશિયલ પર સક્રિય છે.